Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉનમાં નાગરિકોને વિજળી-મકાન વેરો અને વાહનોના દંડમાં રાહત આપો

કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની રજૂઆત

રાજકોટ, તા. ર૪ : શહેરમાં લોકડાઉનને કારણે નાગરિકોની આવક બે મહીનાથી બંધ છે ત્યારે નગરજનોને વિજળીના બિલ, મકાનવેરો અને વાહનોના દંડમાં રાહત આપવા કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયા મુજબ હાલમાં કોરોના જેવી મહામારીમાં લોકો દ્વારા લોકડાઉનમાં ચૂસ્તપણે અમલ કર્યો અને રાજકોટની જનતાએ સરકાર આપ્યો. લોકો ધંધા રોજગાર વગરના ઘરમાં પૂરાઇ રહ્યા છે, પરંતુ ધંધા રોજગાર કયારે ચાલુ થશે એ ખબર નથી. મારી આપશ્રીએ વિનંતી છે કે લોકોને હાઉસ ટેક્ષમાં રાહત આપવામાં આવે જે રીતે ઇન્ડ.માં ફીકસ ચાર્જ લાઇટબીલમાં લેવામાં આવશે તેવી જાહેરાત આપ દ્વારા થઇ છે તો ઘરવપરાશમાં પણ પ૦ યુનિટની રાહત આપવામાં આવે અને પોલીસ દ્વારા રીતે વાહનો ડીટેઇન કરીને પ૦૦નો દંડ વસુલવામાં આવે છે તેના બદલે દંડ રકમ ઓછી કરીને અથવા ફકત વાહન પાંંચ દિવસમાં ફકત ડિટેઇન કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

માસ્ક વગરનાને દંડ ન કરવા માંગ

આ ઉપરાંત જાગૃતિબેન મ્યુ. કમિશનરને રજુઆત કરી છે કે શહેરમાં માસ્ક વગરનાને રૂ. ૧૦૦૦નો અસહ્ય દંડ કરવાને બદલે તેમને સાચી સમજણ આપીને માસ્ક આપવો જોઇએ.

(3:31 pm IST)