Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કાલથી રેશનકાર્ડ હોલ્ડરોને ઘઉં ચોખાનું વિતરણ કોને કોને વ્યકિતદિઠ મળશે તે સત્તાવાર યાદી જાહેર

રાજકોટ તા. ર૪: કલેકટરની યાદી જણાવે છે કે, કોરોના વાયરસની હાડમારીના લીધે ઉભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિને કારણે ભારતની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩માં સમાવેશ થયેલ નથી તેવા BPL કુટુંબોને નીચે મુજબની વિગતેની જણસીઓ એપ્રિલ-ર૦ર૦ દરમિયાન તા. રપ/૦૪/ર૦ર૦થી તા. ૩૦/૦૪/ર૦ર૦ સુધી 'વિના મુલ્યે' વિતરણ કરવામાં આવશે.

ક્રમ

કેટેગરી

મળવાપાત્ર જથ્થો, ઘઉં (વ્યકિત દીઠ)

મળવાપાત્ર જથ્થો, ચોખા (વ્યકિત દીઠ)

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના અંત્યોદય કુટુંબો (AAY)

૩.પ (કિ.ગ્રા.)

૧.પ (કિ.ગ્રા.)

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના અગ્રતા ધરાવતા કુટુંબો (PHH)

૩.પ (કિ.ગ્રા.)

૧.પ (કિ.ગ્રા.)

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ન ધરાવતા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો

૩.પ (કિ.ગ્રા.)

૧.પ (કિ.ગ્રા.)

ઉપરોકત રેશનકાર્ડના લાભાર્થીઓએ રેશનકાર્ડના લાસ્ટ ડીઝીટ (છેલ્લો આંક) મુજબ કઇ તારીખે વાજબી ભાવની દુકાને જણસી મેળવવા માટે જવાનું થાય તેની વિગત આ મુજબ આપવામાં આવેલ છે.

રેશનકાર્ડનો લાસ્ટ ડીઝીટ (છેલ્લો અંક)

       તારીખ

રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ અને ર

તા. રપ/૦૪/ર૦ર૦

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૧ અને ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮ર

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ૩ અને ૪

તા. ર૬/૦૪/ર૦ર૦

દા.ત. ૧૦૯૯૭૪૦૦૪૭૬૦૪૮૩ અને ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૪

 

રેશનકાર્ડનો છેલ્લો અંક પ અને ૬

તા. ર૭/૦૪/ર૦ર૦

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮પ અને ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૬

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ૭ અને ૮

તા. ર૮/૦૪/ર૦ર૦

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૭ અને ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૮

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ૯ અને ૦

તા. ર૯/૦૪/ર૦ર૦

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૯ અને ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૦

 

અનિવાર્ય કારણોસર બાકી રહી ગયેલ હોય તેવા રેશનકાર્ડના લાભાર્થીઓએ

તા. ૩૦/૦૪/ર૦ર૦

     

જથ્થો મેળવતા સમયે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા 'સોશિયલ ડિસ્ટન્સીંગ' ચુસ્તપણે જાળવવાનું રહેશે તેમ યાદીમાં ઉમેરાયું છે.

(3:30 pm IST)