Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉનમાં અલમીન ટ્રસ્ટની અનેરી સેવાઃ ૨૭ દિવસ સુધી જરૂરયાતમંદોને ભોજનઃ ૬૨૦પ૦ ટીફીન પહોંચાડાયા

વિપક્ષી નેતા વશરામ સાગઠીયા દ્વારા વોર્ડ નં.૧૫નાં અનેક વિસ્તારોમાં લોકોને ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવ્યુ

રાજકોટ, તા.૨૪: શ્રી અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટના સ્થાપક અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા  વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર હોય તેમજ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના ૨-૩ તબક્કામાં હોય ત્યારે રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૫ના જુદા-જુદા વિસ્તારોમાં દરરોજ છેલ્લા ૨૭ દિવસથી વોર્ડની શેરીઓમાં ફરી ફૂડ પેકેટ અને ટીફીન ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થાના સ્થાપક શ્રી વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ. આ વોર્ડમાં તા.૨૯ માર્ચથી આજ સુધી દરરોજ જરૂરીયાતમંદોને ઘરે જઇને ટીફીન તથા ફુડ પેકેટ પહોંચાડવામાં આવ્યા. જેમાં ગઇકાલ સુધી એટલે કે તા.૨૩ એપ્રિલ સુધીનાં ૨૭ દિવસોમાં કુલ ૬૨૦૫૦ ટીફીન પહોંચાડવામાં આવ્યા.

આ કાર્યમાં વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, આ સેવાકીય કાર્યમાં સેવા આપવા આવી રહ્યા છે.

છેલ્લા ૨૭ દિવસમાં આ ટ્રસ્ટના રસોડે જુદા-જુદા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી કામ કરનાર દરેક સ્વંયસેવક ભાઈ-બહેનને રૂબરૂ મળી સેવા કરવા બદલ બિરદાવેલ છે તેમજ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા રાખવા અને સચેત રહેવાના પગલાઓ જણાવેલ છે.

આ રાહત કામગીરીમાં ટ્રસ્ટના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર,  રમેશભાઈ બથવાર, પુનાભાઈ ચાવડા, બાબુભાઈ વાદ્યેલા, તુલસીભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, વિજયભાઈ રામકબીર, ચુનીભાઈ પરમાર, રવજીભાઈ સોંદરવા,  હીરાભાઈ ચાવડા, બીપીનભાઈ રાઠોડ, અજય સુમણીયા, પરેશભાઈ સોલંકી, રામદેવસિંહ વાદ્યેલા, ચંદુભાઈ સાગઠીયા, વિશાલ ચાવડા, હરેશભાઈ સોલંકી, મૌલિક મકવાણા, નિખીલ પીપળીયા, વિક્રમભાઈ ચાવડા, જીતુભાઈ, કાનજીભાઈ પરમાર, ચનાભાઈ વાદ્યેલા, લાલજીભાઈ વાણીયા, મોહનભાઈ સોલંકી, જીવરાજભાઈ વાદ્યેલા, ચંદુભાઈ સાગઠીયા, વિપુલભાઈ રાઠોડ, નરેશભાઈ દવેરા, દેવજીભાઈ વાદ્યેલા, પરસોતમભાઈ પરમાર, વરુણ જામ્બુકિયા, જીવાભાઈ વાદ્યેલા,  સાગઠીયા ધર્મેશ, લલિત પરમાર, રીકીનભાઈ, મનુભાઈ વાદ્યેલા, સુભાષભાઈ સાગઠીયા, મેસુરભાઈ સાગઠીયા, રાજુભાઈ સોલંકી, રમેશભાઈ પાંચલ, ભરતભાઈ સાગઠીયા, વિનય સાગઠીયા, દિનેશભાઈ મકવાણા, મહિલા સેવકો હંસાબેન સાગઠીયા, નીરૂબેન રાઠોડ, કંકુબેન ખીમસુરીયા, મીનાબેન સરવૈયા, તારાબેન સરવૈયા, રેખાબેન સાગઠીયા, ભાનુબેન પીપળીયા, ભાનુબેન પીપળીયા, કોકીલાબેન દોઢિયા, સરતાજબેન બેલી, મનીષાબેન સોલંકી, ભાવનાબેન બગદડીયા, જયાબેન સોલંકી, વર્ષાબેન દ્યરાજીયા, હીરાબેન જીંજરીયા, રાણીબેન સોલંકી, પુનમબેન સોલંકી, આઈશાબેન સમા, રજીયાબેન સમા, ગીતાબેન ધરજીયા, પુજાબેન સોલંકી, જમનાબેન પરમાર, ગંગાબેન સોલંકી, વગેરે સેવા આપી રહ્યા છે.

(3:23 pm IST)