Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

છેવાડાના વિસ્તારોમાં વંશ સુથાર જ્ઞાતિના યુવાનો પહોંચાડે છે ભોજન-નાસ્તો

ગરિબ-મજુર વર્ગ દેશ-વિદેશથી જ્ઞાતિજનોએ ઉદાર હાથે મદદ કરીઃ લોકડાઉન સુધી સેવાકાર્ય ધમધમતું રખાશે

કોરોનાના લોકડાઉનમાં લોકો ઘરમાં જ રહે છે. એવા અસંખ્ય મજૂરો, ગરીબ લોકો ઝૂપડાઓમાં વસે છે જ્યાં ઘણીવખત ભોજન, નાસ્તો પહોંચી શકતા નથી. શહેરના શ્રી વંશ સુથાર જ્ઞાતિના યુવાનોને આની માહિતી મળતાં પોતાના જ્ઞાતિજનો અને વિસ્તારના કોર્પોરેટર સંજયભાઇ અજુડીયા મારફત મ્યુ. કોર્પોરેશનમાંથી મંજુરી મેળવી ૧૪/૪થી સેવા કાર્ય શરૂ કર્યુ છે. જ્ઞાતિના પ્રમુખ અનિલભાઇ ગોવિંદભાઇ સુદ્રા તથા તમામ જ્ઞાતિજનોએ આ સેવાકાર્યમાં ફુલ નહિ તો ફુલની પાંખડીનું યોગદાન આપ્યું છે. દેશ ઉપરાંત વિદેશમાંથી પણ આ સેવા કાર્ય માટે છુટાહાથે સહાય મળતાં સવારે ગરમા ગરમ નાસ્તો તથા સાંજે ખીચડી-ભાત-શાક-રોટલી-રોટલાનું ભોજન તૈયાર કરી છાસ-દહીં સાથે યુવાનો રિક્ષામાં નીકળે છે અને મવડી સ્મશાન પાસે, કણકોટ ગામ પાસે, ન્યારી ડેમ પાસે તેમજ વાવડી ચોકી પાછળના ઝૂપડાઓમાં રહેતાં અનેક પરિવારોના પેટની ભુખ ઠારે છે. લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવાકાર્ય ધમધમતું રાખવામાં આવશે. ખરેખર જેને ભોજન ન મળતું હોય તેવા લોકો મો. ૯૯૦૯૬ ૦૩૩૩૧ ઉપર સંપર્ક કરી શકે છે.

(3:21 pm IST)