Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

માધાપર-ઘંટેશ્વર-મોટામવાને વધારાનું ૯ લાખ લીટર નર્મદા નીર મળશે

રાજકોટ તા.ર૪ : શહેરની ભાગોળે આવેલા માધાપર-ઘંટેશ્વર અને મોટામવા ગામોની પાણીની તંગી દુર કરવા સરકારે આ ત્રણેય ગામો માટે કુલ ૯ લાખ લીટર વધારાનું નર્મદાનીર મંજુર કર્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ઉનાળાની ગરમીને કારણે પાણીની માંગ વધતા માધાપર, ઘંટેશ્વર અને મોટામવા વગેરે ગામોમાં પાણીની તંગી ઉભી થઇ છે.

એક બાજુ કોરોના સંક્રમતીની બીક અને બીજી તરફ પાણીની મુશ્કેલી એમ બેવડો માર ગ્રામજનો ઉપર પડતા ત્રણ ગામના સરપંચોએ  'રૂડા'ની  કારોબારી અધિકારી ચેતન ગણાત્રાને આ ત્રણેય ગામોમાં કુલ ૧૧ થી ૧ર લાખ લીટર વધારાનું નર્મદાનીર દરરોજ ફાળવવા રજુઆત કરી હતી. 

''રૂડા'' દ્વારા મળેલી આ રજુઆત સરકાર સમક્ષ તંત્રએ મુકી હતી જે અનુસંધાને સરકારે ત્રણેય ગામને કુલ ૯ લાખ લીટર વધારાનું નર્મદાનીર દરરોજ ફાળવવાનું મંજુર કર્યાનું પ્રાંત અધિકારી ચરણસિંઘે જાહેર કર્યું હતું.

(3:12 pm IST)