Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટ જીલ્લાની ૫ કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી કાર્યનો પ્રારંભ

લોકડાઉન-કોરોનાની સ્થિતિમાં નિયમોનું પાલન કરીને કામગીરી કરાશે

રાજકોટ, તા. ૨૪ :. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે લોકડાઉનના આદેશ બાદ હવે તેમા છૂટછાટ આપવામાં આવી છે અને રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જીલ્લાની ૫ કચેરીઓમાં આજથી દસ્તાવેજ નોંધણી કામગીરીનો પ્રારંભ થયો છે.

વડી કચેરીની સૂચના મુજબ કાલથી રાજકોટ જિલ્લાની પડધરી, લોધિકા, વિંછીયા, જામ કંડોરણા અને કોટડા સાંગાણી ની કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી થઈ શકશે.

સર્ચ, ઈન્ડેક્ષ -૨, દસ્તવેજની ખરી નકલ આપવાની સુવિધા શરૂ કરવામાં આવેલ નથી.

જે પક્ષકારોએ ઓનલાઇન અપોઈમેન્ટ લીધેલ  અને ઓનલાઇન નોંધણી ફી ભરેલ હોય તે જ દસ્તાવેજની નોંધણી થશે.

ઓનલાઇન અપોઇમેંટ લીધેલ સમય પહેલા કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

તમામ પક્ષકારો એ માસ્ક પહેરવું, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે.

તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ તમામ સુરક્ષા માટેના સુચનો નું પાલન કરવાનું રહેશે.

ગાંધીનગરથી થયેલ આદેશ મુજબ દસ્તાવેજ નોંધણી માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે રીતે અંગુઠાના નિશાન, બાયોમેટ્રીક પદ્ધતિ અને વિડીયો રેકોર્ડીંગ સહિતની હાલની નોંધણી પ્રથા ચાલુ રાખવાની રહેશે. રાજ્યના જે વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએથી કર્ફયુ જેવા પ્રતિબંધો જાહેર કરેલ હોય તેવા વિસ્તારોમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ પ્રતિબંધ મુજબ ચાલુ કે બંધ રાખવાની રહે છે. આથી જે વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએથી કર્ફયુ જાહેર કરેલ હોય તેવા વિસ્તારોમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ બંધ રાખવાની રહેશે. પક્ષકારોએ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ફરજીયાત લેવાની રહેશે. ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઈ શકશે.

(1:06 pm IST)