Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કાલથી 'NFSA'ના રાજકોટ શહેર - જિલ્લાના ૩ લાખ ૨૮ હજાર કાર્ડ હોલ્ડરોને ઘઉં-ચોખા અપાશે

ગોઠવાતી વ્યવસ્થા : ૫૯૩ દુકાનો ઉપર માલ પહોંચાડાયો : ૧૧૭ દુકાનો બાકી : બધી રાજકોટ શહેરની : BPL (નોન NFSA) તથા BPL-1(NFSA) સહિત અત્યોંદય - BPL અને દર મહિને જથ્થો લેતા હોય તેને મળશે

રાજકોટ તા. ૨૪ : રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને વધુ એક વખત રાશન કાર્ડ પર ઘઉં - ચોખા આપવાનું જાહેર થયું છે. જેનો પ્રારંભ આવતીકાલથી થશે. દરેક કાર્ડ ધારકને કાર્ડના છેલ્લા આંકડાના આધારે વિતરણનો દિવસ ફાળવી દેવામાં આવ્યો છે. એનએફએસએના સિક્કાવાળા ૬૬ લાખ પરિવારો પૈકી ૩.૨૮ લાખ પરિવારો રાજકોટ જિલ્લામાં આવેલ છે. ગરીબીની રેખા હેઠળના આ બધા પરિવારોને સરકારના મફત ઘઉં - ચોખાનો લાભ મળશે. રાજકોટ જિલ્લામાં ૫૯૩ દુકાનો પર માલ પહોંચાડી દેવાયો છે. બાકીની ૧૧૭ દુકાનો પર પહોંચાડવાની કામગીરી ચાલુ છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. બીપીએલ કાર્ડથી જે લોકોને દર મહિને વ્યાજબીભાવે જીવનજરૂરી વસ્તુ મળતી તે બધાને કાલથી ૪ દિવસ માટે પોતાના વારા મુજબ વિનામૂલ્ય મળી શકશે.

રાજ્યમાં આવા ૬૬ લાખ પરિવારો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૩ મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાનું જાહેર કરાયેલ છે. તે મુજબ કેન્દ્રના જથ્થાનું કાલથી રાજ્યની ૧૭ હજાર દુકાનોમાં વિતરણ થશે. રાશન કાર્ડ ધારક ગરીબ પરિવારને વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા આપવામાં આવશે.

(1:03 pm IST)