Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઘરેલું હિંસાના કેસમાં પરિણિતાને ત્રાસ નહિં આપવા અને ભરણપોષણ-મકાન ભાડુ ચુકવવા કોર્ટનો હુકમ

પરિણિતા ઉપર બળપ્રયોગ નહિ કરવા કોર્ટે પોલીસને નકલ મોકલી આપી

રાજકોટ તા. ર૪: ઘરેલું સ્ત્રી અત્યાચારના કેસમાં સ્ત્રીની તરફેણમાં સીમાચીન્હ રૂપ મહત્વનો ચુકાદો કોર્ટે આપેલ હતો અને ચુકાદામાં અદાલતે ઠરાવેલ કે, સામાવાળાઓ શારીરિક માનસીક ત્રાસ ન આપે તે માટે નજીકના પોલીસ સ્ટેશનમાં હુકમની નકલ તેમજ સામાવાળાના કબજામાં રહેલ સ્ત્રીધન પરત કરવાનો આદેશ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, કોમલબેન વા/ઓ. તપનભાઇ ટીમાણી ડો/ઓ. વિનોદરાય કાંતીલાલ રાવલ રહે. શિવમ, રિધ્ધિસિધ્ધિ સોસાયટી, શ્રીજી પાર્ક સામે, રૈયા રોડ, રાજકોટવાળાએ પોતાના પતિ તપનભાઇ કમલેશ ટીમાણી તેમજ સસરા કમલેશભાઇ ભાનુશંકર ટીમાણી, સાસુ મેઘનાબેન કમલેશભાઇ ટીમાણી, દિયર ઋષીભાઇ કમલેશભાઇ ટીમાણી બધા રહે. મહિલા કોલેજ સર્કલ પાસે, ભાવનગરવાળાઓ સામે અરજદાર કોમલબેન તપનભાઇ ટીમાણીએ ઘરેલું હિંસા, મહિલા સુરક્ષા ધારા (ડોમેસ્ટીક વાયોલન્સ એકટ) હેઠળ ફરીયાદ દાખલ કરેલ હોય જેની હકીકત સમાવાળા સાથે તા. ૧પ-પ-ર૦૧પના રોજ જ્ઞાતિના રીતરિવાજ મુજબ સામાવાળા તપનભાઇ કમલેશભાઇ ટીમાણી સાથે લગ્ન થયેલ હતા.

આ કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા અરજદારના એડવોકેટ બકુલ રાજાણી અરજદારને સામાવાળાનો શારીરિક માનસીક ત્રાસ હોય તેમજ અરજદારને લગ્ન પછી થોડા સમયમાં હેરાન પરેશાન કરતા હોય તેમજ સામાવાળા એકદમ પૈસાપાત્ર હોય તેમજ અરજદારને શારીરિક માનસીક ત્રાસ આપેલ હોય તે કોર્ટના રેકર્ડ ઉપર આવેલ હોય તેમજ અરજદાર વતી લેખીત પુરાવા તથા મૌખીક દલીલો કરેલ હોય તેમજ અલગ અલગ કોર્ટના જજમેન્ટો રજુ કરતા સામાવાળાના અમદાવાદ તથા ભાવનગરના એડવોકેટએ સામાવાળા વતી અલગ અલગ દલીલો તેમજ અરજદારની ઉલટ તપાસ લીધેલ હોય તેમજ સામાવાળાના એડવોકેટએ એવું જણાવેલ કે અરજદારની અરજી ખરી નથી તેમજ કોઇ મૂળભુત તત્વો ફલીત થતા ન હોય જેથી અરજી રદ થવાપાત્ર છે જેની સામે અરજદારના એડવોકેટ બકુલ રાજાણીએ સામાવાળાના પુરાવા રજુ રાખી તેમજ સામાવાળાઓ અરજદારને શારીરિક માનસીક ત્રાસ આપેલ હોય જે દસ્તાવેજી પુરાવાઓ તેમજ અરજદાર વતી દલીલો કરેલ જેના આધારે સામાવાળાને ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ યોગ્ય હુકમ કરવા બકુલ રાજાણીએ ધારદાર દલીલો કરેલ. ઉપરોકત કેસમાં અરજદારના એડવોકેટ બકુલ રાજાણીની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટએ એ નીચે મુજબનો હુકમ કરેલ હતો.

આ કામના સામાવાળા નં. ૧ તથા નં. ૩ના ને એવો આદેશ કરવામાં આવે છે કે તેઓએ ઘરેલું હિંસા અધિનિયમ ૧૮ પરત્વેનું અરજદાર પરત્વે કૌટુંબીક હિંસાનું કાર્ય કરવું કરાવવું નહીં તેમજ અરજદાર પ્રત્યે કોઇ બળનો પ્રયોગ કરવો નહીં. આ હુકમની એક નકલ સબંધિત પોલીસ સ્ટેશને મોકલવી તેમજ અરજદારને માસીક રૂ. ર૦૦૦૦/- (વીશ હજાર) સામાવાળાઓએ ચુકવી આપવા. તેમજ આ કામના સામાવાળાઓને અરજદારને મકાન ભાડાના માસીક રૂ. પ૦૦૦/- (પાંચ હજાર) ચડયે ચડયે નિયમીત ચુકવી આપવા તેમજ અરજદારે કોર્ટમાં રજુ રાખેલ લીસ્ટ પ્રમાણેનું સ્ત્રીધન તેમજ સોના-ચાંદીના કિંમતી દાગલીના દિવસ-૩૦ (ત્રીસ) માં અરજદારને સોંપી દેવું તેમજ અરજદારને સામાવાળાઓએ આપેલ શારીરિક માનસીક ત્રાસ પેટે રૂ. રપ૦૦૦/- (પચ્ચીસ હજાર) અલગથી ચુકવી આપવાનો હુકમ કરેલ હતો તેમજ અરજી ખર્ચના રૂ. ૧૦૦૦/- (અંકે હજાર) અલગથી ચુકવી આપવા. આમ અરજદાર પ્રત્યે રજુ થયેલ ડોકયુમેન્ટો તેમજ એડવોકેટ બકુલ રાજાણીની દલીલો ધ્યાને લઇને ઉપરોકત હુકમ કરેલ હતો જે હુકમ ખરેખર સ્ત્રીની તરફેણમાં સીમાચીન્હ રૂપ ચુકાદો હોય અરજદાર વતી રાજકોટના ધારાશાસ્ત્રી બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, ઇન્દુભા રાઓલ, સતીશ મુંગરા, કલ્પેશ સાકરીયા, રોહિત ઘીયા, અમિત જનાણી, વિજયસિંહ ઝાલા રોકાયા હતાં. (૭.૩૩)

(4:34 pm IST)
  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST