Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વાહન ટોઇંગની ઉઘાડી લુંટ બંધ કરોઃ કોંગ્રેસ

પહેલા પાર્કિગની સુવિધા આપો પછી નિયમ તોડતા ને દંડ ફટકારોઃ મુંધવા, અનડકટ, રાઓલની માંગ

રાજકોટ તા.૨૪: શહેરમાં વાહન ટોઇંગના નામે તંત્ર દ્વારા પ્રજા પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉપપ્રમુખ ગોપાલ અનડકટ, ઇન્દુભા રાઓલ અને ઉપાદ સંઘના રણજીત મુંધવા એ એક નિવેદનમાં કર્યો છે.

આ અંગે તેઓએ સંયુકત નિવેદનમાં જણાવ્યું છેકે  રાજકોટ શહેરમાં પાર્કિગ વ્યવસ્થાના અભાવે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ગમે તે સ્થળે પાર્ક કરેલ વાહનોને ટોઇંગ કરી લેવામાં આવે છે તેમજ લોક મારીને ખુલ્લી દાદાગીરી ચલાવવામાં આવી રહી છે લોકોને આવા ઊનાળામાં કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ટ્રાફિક પોલીસની રાહ જોઇને દંડ ભરવા માટે ઉભું રહેવું પડે છે ત્યારે પહેલા પાર્કિગની પુરતી વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ નિયમોની કડક રીતે અમલવારી કરાવવામાં આવે તેવી અપીલ ગોપાલ અનડકટ, ઇન્દુભા રાઓલ, રણજીત મુંધવા દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે તેનું એકમાત્ર કારણ છે પાર્કિગની જગ્યાનો અભાવ. રાજકોટ શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થઇ ગયો હોવાં છતાં હજુ સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે શહેરમાં વધતા જતા વાહનોની સંખ્યા પ્રમાણે પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં તંત્ર વામણું સાબિત થયું છે જેના પરિણામ સ્વરૂપે લોકોને પારાવાર યાતનાઓ વેઠવી પડી રહી છે શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ધર્મેન્દ્ર રોડ, અમીન માર્ગ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાંચ દસ મિનિટના કામ માટે કાર લઇને જતા લોકો ટ્રાફિક વ્યવસ્થા નહિં હોવાથી રોડ ઉપર પાર્ક કરતા હોય છે.

તેઓ પોતાનું કામ પુરૂ કરીને બહાર આવીને જોવે તો ટ્રાફીક પોલીસ દ્વારા ગાડી ટોઇંગ કરી લેવામાં આવી હોય અથવા તો લોક કરી દેવામાં આવી હોય છે જે લોકોની ગાડી ટોઇંગ થઇ ગઇ હોય છે તેઓને ખ્યાલ પણ નથી હોતો કે પોતાની ગાડી કયાં ગઇ છે અથવા ગાડી ટ્રાફીક પોલીસ દ્વારા ટોઇંગ કરવામાં આવી હોય તો કોઇ ગઇ હોય છે તેઓને ખ્યાલ પણ નથી હોતો કે પોતાની ગાડી કયાં ગઇ છે અથવા ગાડી ટ્રાફીક પોલીસ દ્વારા ટોઇંગ કરવામાં આવી હોય તો કઇ જગ્યાએથી છોડાવવી અને કયાં દંડ ભરવો તે પણ ખ્યાલ હોતો નથી આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો મુંઝવણમાં મુકાઇ જતા હોય છે અને તડકામાં સેકાવું પડતું હોય છે.

વાત માત્ર લોકોની હેરાનગતીની નથી વાત છે પાર્કીંગની વ્યવસ્થાની ટ્રાફીક પોલીસ દ્વારા એક તરફ તોતીંગ દંડ ઉઘરાવવામાં આવે છે અને બીજી તરફ પાર્કીંગની કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી જે એકલ દોકલ વ્યવસ્થા કરી છે તેમાં તમામ વાહનોનું પાર્કીંગ થઇ શકે તેમ નથી જેથી લોકોને ના છૂટકે રોડ ઉપર વાહન પાર્ક કરવું પડે છે જેનો લાભ ટ્રાફીક પોલીસ દ્વારા દંડ રૂપે ઉઠાવતા હોય છે. અને ભુલના ૧૦૦૦ રૂપિયા દંડ લઇ લેવામાં આવે છે જો કોઇ વ્યકિતને ઇમરજન્સી હોય અને પોતાનું વાહન લોક કરી દેવામાં આવ્યું હોય તો તેઓને પોતાની ગાડીનું લોક ખોલાવવા માટે પણ રાહ જોવી પડતી હોય છે ત્યારે શહેરમાં પહેલા પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે એન ત્યારબાદ પોલીસ નિયમોની અમલવારી કરાવે તેવું કોંગ્રેસના આગેવાન ગોપાલભાઇ અનડકટ, ઇન્દુભા રાઓલ તથા રણજીત મુંધવાએ એક યાદીમાં જણાવ્યું છે.(૧.૨૬)

(4:28 pm IST)
  • દિલ્હીનો ખૂંખાર માફિયા ઠાર : નવી દિલ્હી નજીક નોઇડા ખાતે ખૂંખાર માફિયા બલરાજ ભટ્ટી એસટીએફ સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે access_time 9:59 pm IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST