Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પોલીસ કમિશ્નર ગહલૌત પોતે તપાસમાં જોડાયાઃ આંગડિયા કર્મચારીને સાથે રાખી ઘટના સ્થળે નિરીક્ષણઃ ભેદ ઝડપથી ઉકેલાવાની આશા

ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવીઝનની અલગ-અલગ ટીમો ભેદ ઉકેલવા કામે લાગી

.આંગડિયા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત ખુદ તપાસમાં જોડાયા હતાં. લૂંટનો ભોગ બનેલા આંગડિયા કર્મચારી બાબુજી ઠાકુરને સાથે રાખે શ્રી ગહલૌતે લૂંટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને તેની પાસેથી માહિતી મેળવી હતી. ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવીઝનની ટીમો કામે લાગી છે. ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડ, એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. વી. વી. ઓડેદરા, પી.આઇ. એચ. એમ. ગઢવી સહિતના અધિકારીઓની રાહબરીમાં ટીમો જુદી-જુદી દિશામાં કામે લાગી છે. ઘટના સ્થળે પોલીસ કમિશ્નર અને ફરિયાદી કર્મચારી તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે. શ્રી ગહલૌતે જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્ય ભરમાં થયેલી આંગડિયા લૂંટોમાં કોઇને કોઇ આંગડિયા કર્મચારી કે પેઢી સાથે સંકળાયેલી કોઇપણ વ્યકિતની સંડોવણી વગર એક પણ લૂંટને અંજામ અપાયો નથી. આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે અમે પુરેપુરા આશાવાદી છીએ. શહેરભરની પોલીસે આ ઘટના ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. નજીકના સમયમાં ઘટનાનો ભેદ ઉકેલાઇ જવાની આશા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:12 pm IST)