Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

આધાર કાર્ડ કેન્‍દ્રમાં ભીડ વચ્‍ચે ઇન્‍ટરવ્‍યુ લેવાયાઃ કીટની જોવાતી રાહ

ઓપરેટરની ૯ જગ્‍યા સામે ર૦ ઉમેદવારો : વેઇટીંગ લીસ્‍ટ માટે સુપર વાઇઝરમાં ર લોકોએ ઇન્‍ટરવ્‍યું આપ્‍યા

રાજકોટઃ મનપામાં આધાર નોંધણીની કામગીરી ચુંટણી શાખા હસ્‍તક કરવામાં આવે છે. જે માટે ૯ ઓપરેટર અને વેઇટીંગ લીસ્‍ટ માટે સુપરવાઇઝરની જગ્‍યા માટે ૧૧ માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આજે સવારે વોક ઇન ઇન્‍ટરવ્‍યુ રાખવામાં આવ્‍યા હતા. તે વખતની તસ્‍વીરમાં મનપાના અધિકારીઓ ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લઇ રહયા છે જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ર૪: તા.૩૧ માર્ચ સુધીમાં પાનકાર્ડ -આધારકાર્ડ લીંકઅપ કરવુ ફરજીયાત હોય આધાર કાર્ડના સુધારા વધારાની કામગીરી માટે અરજદારો કોર્પોરેશન કચેરીએ ઉમટી પડયા છે. મનપાના  આધાર કાર્ડ કેન્‍દ્રમાં ઓપરેટર અને વેઇટીંગ લીસ્‍ટ માટે સુપરવાઇઝરની જગ્‍યા માટે આજે ઇન્‍ટરવ્‍યુ લેવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ સ્‍ટેન્‍ડીંગ કમીટીએ આધાર કાર્ડ કેન્‍દ્ર માટે નવી કીટ ખરીદવા મંજુરી આપવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ કીટ આવી નથી.

મનપામાં આધાર નોંધણીની કામગીરી માટે આજે સવારે ઓપરેટરની ખાલી ૯ જગ્‍યા માટે અને વેઇટીંગ લીસ્‍ટ માટે સુપરવાઇઝરનીજગ્‍યા માટે વોક ઇન ઇન્‍ટરવ્‍યું લેવામાં આવ્‍યા હતા. જેમાં ઓપરેટરમાં ર૦  અને સુપરવાઇઝરમાં ર ઉમેદવારો ઉપસ્‍થિત રહયા હતા.

કેન્‍દ્ર સરકારે અનેક મુદત આપ્‍યા બાદ હવે ૩૧ માર્ચ સુધીમાં દંડ સાથે આધાર અને પાનકાર્ડ લીંક અપ કરવા છેલ્લી મુદત આપી છે. હવે કાર્ડ લીંક અપ ન થાય તો રીટર્ન ફાઇલ ન થવાથી માંડી બેંકોની રોજીંદી કામગીરી પર અસર પડવાની ભીતી પણ છે. સરકારની આ વોર્નીગ બાદ લીંક અપ માટે બાકી રહેલા લોકોએ દોટ મુકી છે. મનપામાં છેલ્લે મંજુર થયેલી નવી કીટ એકટીવ થઇ નથી. જો કોર્પોરેશને જાતે ખરીદેલી કીટ સમયસર એકટીવ થઇ ગઇ હોત તો માર્ચમાં આ કામગીરીમાં થોડી રાહત થાય તેવી શકયતા હતી.પરંતુ હાલ તો કેન્‍દ્ર પર સતત ભીડ વધતી જાય છે તે હકીકત છે

(4:56 pm IST)