Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રૂડાનું ર૩૦ કરોડનું બજેટઃ નવો ૧પ૦ ફૂટ રીંગ રોડ ફોરલેન બનશે

પાળ રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી કુવાડવા રોડ તરફના રોડને ૪ માર્ગીય બનાવવા રૂા. ૩૦ કરોડની જોગવાઇઃ રૂડાના ગામોના પ.૪૩ કરોડના ખર્ચે સ્‍ટ્રીટલાઇટ નંખાશેઃ વિવિધ રસ્‍તાઓ ડામરથી મઢાશે

રાજકોટ તા. ર૪ :શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. ર૪/૩/ર૦ર૩ ના રોજ ૧૬૮માં બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધયક્ષતામાં યોજાયેલ બોર્ડ બેઠકમાં નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં રૂા. ર૩૭.૪૧ કરોડની આવક સામે રૂા. ર૩૦.૧૦ કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂા.ર૧૦.૯૯ કરોડના મુડીગત ખર્ચ, ૧ર કરોડના રેવન્‍યુ ખર્ચ તથા ૭ કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છ.ે

આ બોર્ડે માળાખીય સુવિધામાં રોડના કામો માટે રૂા.૧૧૯.૯૦ કરોડના ખર્ચની આગામી વર્ષ ર૦ર૩-ર૪ માટે જોગવાઇ કરવામાં આવેલ છે.  આ ઉપરાંત સ્‍ટ્રીટલાઇટના કામો માટે પ.૪૩ કરોડ, સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પર.૯પ કરોડ અને પીએમએવાયમાં રૂ. ર૩ કરોડના આગામી વર્ષમાં ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરના કામો માટે આગામી વર્ષમાં રૂ.ર૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છ.ે મંજુર થયેલ ડ્રાફટ ટી.પી.વિસ્‍તારોમાં મનહરપુર-રોણકી, માલીયાસણ અને વાજડી-વડના ટી.પી.રસ્‍તાઓ માટે ડામર રસ્‍તાઓના રૂા. ૧પ કરોડ અને મેટલીંગના રસ્‍તાઓ માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે વિગતવાર પત્રક સામેલ છ.ે રીંગ રોડ-ર બેડી-મોરબી રોડથી જામનગર રોડ તરફના રસ્‍તા માટે આગામી વર્ષ માટે રૂા.ર૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવેલ છે. રીંગ રોડ-રમાં પાળ રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી કુવાડવા રોડ તરફના રોડને૪-માર્ગીય રોડ બનાવવા માટે રૂ.૩૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે. બેડી-માલીયાસણ રીંગ રોડ-૧ના હયાત રોડના મજબુતીકરણ માટે રૂા.૧૮ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છ.ે  આરએમસી વિસ્‍તારથી રીંગ રોડ-રને જોડતા રેડીયલ રોડ બનાવવા માટે રૂા. કરોડના ખર્ચની જોગાઇ કરવામાં આવેલ છ.ે

 રૂડા વિસ્‍તારના નાકરાવાડી, દેવગાં અને રતનપર ગામો માટે ભુગર્ભ ગટર યોજનાના આયોજન માટે રૂા.૧.પ૦ કરોડની તથા અન્‍ય જરૂરીયાત મુજબના ગામો માટે ૧ કરોડના ખર્ચના કામોની જોગવાઇ કરવામાં આવેલ છ.ે

રૂડા વિસ્‍તારના ખોખલડલ, પરા-પીપળીયા, નાકારાવાડી અને મનહરપુર-રોણકી અને હરીપર પાળ તથા અન્‍ય જરૂરીયાત અન્‍વયેના ગામો માટે સ્‍ટ્રીટલાઇટના કામો માટે રૂા. ૧ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છ.ે મેટોડાથી ખીરસરા રોડ પર સ્‍ટ્રીટલાઇટના કામો માટે રૂા. ર કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે. આમ, સતામંડળ દ્વારા વર્ષ ર૦ર-૩-ર૪ માટે રકમ રૂા.૧૮પ.૭પ કરોડના વિકાસ કામો બજેટમાં સમાવિષ્‍ટ કરેલ છ.ે

આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન તથા મ્‍યુનિસીપલ કમીશ્નર અમિત અરોરા રિજીયોનલ કમીશ્નર (નગરપાલિકાઓ) ધીમંતકુમાર વ્‍યાસ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, રૂડાના સી.ઇ.એ. રાજેશકુમાર ઠુમ્‍મર, કલેકટરના પ્રતિનિધિ તરીકે આર.એલ.ચૌહાણ મુખ્‍યનગર નિયોજક પ્રતિનિધી તરીકે ડી.એસ.પાઠક તથા આરએમસીના સીટી એન્‍જી. એચ.યુ.દોઢીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:52 pm IST)