Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પત્‍નિ સાથે ચડભડ થતાં રફીકભાઇ મકરાણીએ ઝેરી દવા પી લીધી

શહિદ ઉધમસિંહ આવાસ યોજના કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૨૪: શહિદ ઉધમસિંહ ટાઉનશીપ આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં અને ડો. મહેતાને ત્‍યાં કમ્‍પાઉન્‍ડર તરીકે નોકરી કરતાં રફિકભાઇ જમાલભાઇ મકરાણી (ઉ.વ.૪૨)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

રફિકભાઇના પત્‍નિ અફસાનાબેનના કહેવા મુજબ અમારે પતિ-પત્‍નિને સાંજે બોલાચાલી થઇ હોઇ તેના કારણે માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યુ હતું. સંતાનમાં બે પુત્ર છે. રફિકભાઇ બેભાન હોઇ ભાનમાં આવ્‍યે પોલીસ નિવેદન નોંધશે.

(5:21 pm IST)