Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મિત્રતાના દાવે આપેલ ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-દંડ

રાજકોટ તા.ર૪ : રાજકોટના રહીશ વિશાલભાઇ વી. મહેતાએ જયેશભાઇ જગદીશભાઇ મેથાણી, ઠે. જુનાગઢનો ઉતારો, જુની દાણાપીઠ, મોચીબજાર, રાજકોટના સામે દાખલ કરેલ ચેક ડીસઓનરની ફરીયાદમાં કોર્ટએ આરોપીને એક વર્ષની જેલ સજા તથા ચેક મુજબની રકમ રૂા.૪,પ૦,૦૦૦/ ફરીયાદીને વળતર તરીકે ચુકવવા આદેશ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ પક્ષકારો ફરીયાદ પહેલા ચાર-પાંચ વર્ષથી મિત્રતાના સબંધથી જોડાયેલ હતા અને તે સંબંધને ધ્‍યાને રાખી તહોમતદારે ફરીયાદી પાસેથી સને ર૦૧પ-૧૬ માં ટુકડે ટુકડે રૂા.૪,પ૦,૦૦૦/ પુરા હાથ ઉછીના સ્‍વરૂપે મેળવેલ ત્‍યારબાદ તે રકમની ફરીયાદીએ ઓકટોબર ર૦૧૬ માં ડીમાન્‍ડ કરતા તહોમતદારે પોલીસમાં બોગસ ફરીયાદ કરેલ, પરંતુ તપાસનીશ અધિકારીને વાસ્‍તવિકતાનો ખ્‍યાલ આવી જતા અને કાનુની કાર્યવાહીથી બચવા માટે તહોમતદાર ેફરીયાદીને બાકી લેણી રકમ ચુકવવા પ્રલોભન આપી તા. ર૯/૧૦/૧૬ ના રો જ નોટરાઇઝડ લખાણ કરી આપેલ અને ક્રમશ રૂા.૧૦,૦૦૦/ ના હપ્તે રૂા.૪,પ૦,૦૦૦ ચુકવવા કબુલ થયેલ પરંતુ લખાણ મુજબની રકમ તેઓએ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ તેની બાકી લેણી રકમની ડીમાન્‍ડ કરતા તહોમતદારે ફરીયાદીની તરફેણમાં સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, રાજકોટ બ્રાંચનો ચેક રૂા.૪,પ૦,૦૦૦/ લખી આપેલ સદરહું ચેક વસુલાત માટે બેન્‍કમાં રજુ રાખતા જે તે ચેક ‘ઇનસફીસીયન્‍ટ' ના કારણોસર પરત ફરેલ. ત્‍યારબાદ વકીલ મારફત નોટીસ આપવા  છતાં ડીસઓનર થયેલ ચેકની રકમ આરોપીએ ચુકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

કોર્ટએ ફરીયાદની વિગત પુરવાર માની આરોપીને એક વર્ષની જેલ સજાનો તથા ચેક મુજબની દંડની રકમ આરોપીએ વળતર સ્‍વરૂપે ફરીયાદીને ચુકવવી તેવો આદેશ કરેલ છે અને દંડની રકમ ભરપાઇ ન કરે તો વધુ એક માસની સજાનો આદેશ કરેલ છે. ઉપરોકત ફરીયાદમાં ફરીયાદી વતી વિકાસ કે. શેઠ તથા પ્રકાશભાઇ બેડવા એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

(4:48 pm IST)