Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

OBC અનામત માટે પંચના અહેવાલ મુદ્દે ગૃહમાં ભારે હોબાળોઃ કોંગ્રેસનો વોકઆઉટ

ભાનુબેન પાસે ૧૪ મુદ્દાનો જવાબ માંગતા જીજ્ઞેશ મેવાણીઃ ઓબીસી અનામતનો નિર્ણય ન થવાથી સ્‍થાનિક સ્‍વરાજની ઘણી સંસ્‍થામાં વહીવટદાર

 

રાજકોટ, તા., ૨૪: વિધાનસભામાં આજે ઓબીસી અનામત માટે રચાયેલ ઝવેરી પંચનો અહેવાલ રજુ કરવાની માંગણી સાથે કોંગ્રૈસે હોબાળો કરેલ ગૃહમાં ભારે હોહા બાદ કોંગ્રેસ વોકઆઉટ કરી ગઇ હતી.

જાણવા મળેલ માહીતી મુજબ આજે ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા વિભાગની કામગીરી અંગે બોલી રહયા હતા તે વખતે જીજ્ઞેશ મેવાણીએ સમાજને લગતા ૧૪ પ્રશ્નો  ઉઠાવેલ. ભાનુબેને પ્રવચન પુરૂ કર્યુ ત્‍યારે જીજ્ઞેશ મેવાણીએ કહેલ કે તમે પ્રવચન સરસ કર્યુ છે પણ મે ં ઉઠાવેલા એક પણ મુદ્‌ાનો જવાબ આપ્‍યો નથી.  તે વખતે કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ કહેલ કે, ઓબીસી અનામત માટેનો ઝવેરી પંચનો અહેવાલ સરકાર હજુ રજુ કરતી નથી. વિલંબના કારણે સ્‍થાનીક સ્‍વરાજયની અનેક સંસ્‍થાઓમાં વહીવટદારનું શાસન છે.

આ તકે ભાજપના સભ્‍ય રમણભાઇ વોરાએ અનુસુચીત જાતીના મહિલા મંત્રી પાસે જવાબ માટેનો આગ્રહ ન રાખવા જણાવતા જીજ્ઞેશ મેવાણીએ કહેલ કે મેં દબાણ નથી કરેલ પણ જવાબ માંગ્‍યો છે. આ સમયે કોંગ્રેસના ધારાસભ્‍યોએ સુત્રોચ્‍ચાર શરૂ કરી દીધેલ અને ગૃહની કાર્યવાહી પુર્ણ થાય તે પુર્વે જ ગૃહત્‍યાગ કરી ગયા હતા.

(4:48 pm IST)