Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં ઓક્‍સિજનના સિલીન્‍ડરમાં ધડાકો થયો

નળી ચડાવતી વખતે બાટલો લીક થતાં દોડધામ મચી ગઇ

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં બપોરે એકાએક ધડાકો સંભળતા નાસભાગ મચી ગઇ હતી. તબિબી સ્‍ટાફ, નર્સિંગ સ્‍ટાફ, દર્દીઓ અને તેમના સગાઓ દોટ મુકી બહાર નીકળી ગયા હતાં. જો કે તપાસ થતાં ઇમર્જન્‍સી વિભાગમાં લોબીમાં રહેલું ઓક્‍સિજનનું સિલીન્‍ડર નળી ચડાવતી વખતે લીક થતાં ધડાકો થયાનું ખુલ્‍યું હતું. એ પછી તુરત લિકેજ બંધ કરી દેવાયું હતું. જેથી સોૈએ રાહતનોશ્વાસ લીધો હતો. સદ્દનસિબે કોઇને ઇજા-નુકસાન થયું નહોતું.  જે બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ અંગે સંબંધીત વિભાગમાં જાણ કરવામાં આવી હતી

(4:46 pm IST)