Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પત્રકાર સુરક્ષા કાનુનને છતીસગઢ સરકારની મંજુરી : લોકશાહીનો ઐતિહાસિક નિર્ણય

એબીપીએસએસના આગેવાનોએ છતીસગઢ સરકારને બિરદાવી

રાજકોટ તા. ૨૪ : દેશભરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાનુની માંગને લઇને દેશભરમાં કાર્યક્રમો અપાઇ રહ્યા છે. ત્‍યારે છતીસગઢની ભૂપેશ કેબીનેટે પત્રકાર સુરક્ષા કાયદાને મંજુરી આપી છે.

એબીપીએસએસના રાષ્‍ટ્રી અધ્‍યક્ષ જીજ્ઞેશ પટેલે આ સરાહનીય નિર્ણય બદલ છત્તીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ વધેલને અભિનંદન પાઠવ્‍યા હતા.

તેમણે જણાવ્‍યુ હતુ કે પત્રકાર સુરક્ષા કાયદો લાગુ થયા બાદ પત્રકારો પર એફઆઇઆર કરતા પહેલા ઘણા નિયમોનું પાલન કરવાનું રહેશે. સાથો સાથ આ કાયદા તળે પત્રકારોને અનેક લાભો પણ મળવા પાત્ર બનશે.સરકાર પત્રકારોની નોંધણી માટે પણ ઓથોરીટી બનાવશે. ઓથોરીટીના સચિવને જનસંપર્ક વિભાગના અધિક નિયામક અને ઉપરના દરજજાની વ્‍યક્‍તિને બનાવવામાં આવશે. તેમાં બે મીડિયા પર્સન પણ હશે. એક મહિલા મીડિયા પર્સનને પણ સ્‍થાન હશે. ઓથોરીટીમાં સામેલ મીડિયા પસ્‍ૃનનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એબીપીપએસએસના સર્વશ્રી જીજ્ઞેશભાઇ કાલાવડીયા, દિનેશભાઇ જાવિયા, દિલીપસિંહ વાઘેલા, સંજયભાઇ ખીરસરીયા, મનોજભાઇ ગઢવી, હિતેશભાઇ રાઠોડ, રેખાબેન સગારકા, જાગૃતિબેન પરમાર, જગદીશભાઇ તેરૈયા નજરે પડે છે . (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:28 pm IST)