Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

નાલંદા તીર્થધામ ખાતે આયંબીલ ઓળીનું તપભીનું આયોજન

વ્‍યાખ્‍યાન, ત્રિરંગી સામાયીક, આયંબીલ ભોજન, પ્રતિક્રમણ યોજાશે : રવિવાર સુધી નામ નોંધાવી શકાશે

રાજકોટ, તા. ર૪ :  ગો સંપ્ર. ના સૌરાષ્‍ટ્રના સિંહણ બા. બ.પૂ. શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા. ર૮ ને મંગળવાર તા. પ-૪ ને બુધવાર સુધી ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ઓળીનું તપભીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ વ્‍યાખ્‍યાન ૯ થી ૧૧:૩૦ ત્રિંગી સામાયિક બપોરે ૧ર થી ૧ અમૃત આયંબિલ ભોજન તેમજ સાંજે ૭ થી ૮ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રોજ જુદા જુદા વિષયો પર પૂ. મહાસતીજી પોતાની લાક્ષણિક શૈલીમાં વ્‍યાખ્‍યાન ફરમાવશે જેમાં આયંબિલતપનો મહિમા, ફાયદા, કર્મની હળવાશ, રસપરિત્‍યાગ શું છે ? શાશ્વતી ઓળીનું મહત્‍વ શું ? વગેરે વિવિધ વિષયો પર વ્‍યાખ્‍યાન ફરમાવશે. જૈન નાલંદા ઉપાશ્રયે આબી ઓળી તેમજ છુટક આયંબિલ કરવાના ભાવ હોય તેમણે નાલંદા ઉપાશ્રયે તા. ર૬ સુધીમાં પોતાના નામ લખાવી પોતાના પાસ મેળવી લેવાના રહેશે. વ્‍યાખ્‍યાન સામાયિક જાપ તેમજ પાટલે પ્રભાવના આ દરેક આયોજનમાં જુદા જુદા અનેક દાતાઓ તરફથી બહુમાન કરવામાં આવશે. આખી આયંબિલની ઓળી નાલંદા ઉપાશ્રયે જે સાધક કરે તેને વિશિષ્‍ટ બહુમાન આપવામાં આવશે.

છુટક આયંબિલ તથા આખી ઓળી કરનાર દરેક સાધકે પ્રત્‍યાખ્‍યાન નાલંદા ઉપાશ્રયે લેવાના રહેશે. તા. ર૮ ને મંગળવારના રોજ આયંબિલની ઓળીના પ્રથમ દિને વચનસિધ્‍ધિકા, તીર્થસ્‍વરૂપા ઇન્‍દુબાઇ મહાસતીજીના મુખેથી બોલાયેલુ મહાન પ્રભાવક મહામાંગલિક સમગ્ર તપસ્‍વીને સુણાવી ત્‍યારબાદ જ સમુહ પચ્‍ચક્રમણ કરાવાશે.

આ પ્રસંગને આખરી ઓપ આપવા માટે ચંદ્રભકતમંડળ, શાલિભદ્ર ગ્રૃપ, સોનલ સહેલી મંડળ જહેમત ઉઠાવી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

(5:22 pm IST)