Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હીસાબી વર્ષ ૨૦૨૨-૨૩માંથી આવકમાંથી બાદ મેળવવાના બાદને પાત્ર ડીડકશનો

આવકવેરા કાયદા મુજબ સામાન્‍ય રીતે દરેક કરદાતા જુની ઇન્‍કમટેક્ષની સ્‍કીમ મુજબ, (૧) ટેક્ષ ફ્રી ઇન્‍કમ ૫,૦૦,૦૦૦/-(૨) નોકરિયાતને સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન રૂા.૫૦,૦૦૦/- સુધી કલમ ૮૦(સી) મુજબ રૂા. ૧,૫૦,૦૦૦નું રોકાણ, (૩) હાઉસિંગ લોનનું વ્‍યાજ રૂ.૨,૦૦,૦૦૦ અથવા ૨,૫૦,૦૦૦ સુધી, (૪) મેડીકલ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રિમિયમ પોતાનો (રૂા.૨૫,૦૦૦) તેમજ તેમના સિનિયર સિટિઝન માતા-પિતાનો (રૂા.૫૦,૦૦૦) તેમજ (૫) બેંક તથા પોસ્‍ટ ઓફિસનું વ્‍યાજ રૂા.૧૦,૦૦૦/- સુધી તેમજ  સિનિયર સિટિઝનને રૂા.૫૦,૦૦૦/- સુધી બાદ મળે છે. આ બધી વાત તો દરેક કરદાતાઓની જાણમાં હોય જ છે. અને તે રીતે તેઓ પોતાની આવકની ગણતરી અત્‍યારે કરી લીધી જ હોય છે.

પરંતુ, આવકવેરા કાયદા મુજબ નીચે જણાવેલી ખર્ચ, અથવા રોકાણ પણ વ્‍યકિતગત કરદાતાને બાદ મળે છે. જે ઘણાને ખ્‍યાલમાં હોતો નથી.

(૧) નેશનલ પેન્‍શન સ્‍કીમ govt.of.indiaની આ સ્‍કીમ છે. જેમાં કોઇપણ વ્‍યકિત રોકાણ કરી રોકાણ રૂા.૫૦,૦૦૦/- કરી શકે છે. અને તે ૫,૦૦,૦૦૦/- કરને પાત્ર આવકમાંથી સંપૂર્ણ બાદ મળે છે. આમાં ઘણા નોકરીયાત કર્મચારીઓ એવું સમજે છે કે તેમના દર મહિને કપાતા પ્રોવિડન્‍ટ ફંડ(પીએફ)/એનપીએસમાં રોકાણ થાય છે. માટે આ રોકાણ ઇન્‍કમટેક્ષની કલમ ૮૦સીસીડી(1B) મુજબ રૂા.૫૦,૦૦૦/- વધારાના  બાદ મળે છે. આમ, ૮૦(સી)નું રોકાણ રૂા.૧,૫૦,૦૦૦ પ્‍લસ રોકાણ ૮૦સીસીડી(1B)નું રોકાણ રૂા.૫૦,૦૦૦/- આમ, કુલ રૂા.૨,૦૦,૦૦૦/- સુધીનું આવકમાંથી બાદ મળે

(૨) પ્રિવેન્‍ટિવ હેલ્‍થ ચેક-અપ રૂા.૫૦૦૦/- સુધીનો ખર્ચ પણ કોઇપણ કરદાતાને કે તેમના કુટુંબના સભ્‍યો અથવા  માતા-પિતાના પણ રૂા.૫૦૦૦/- સુધીનો ખર્ચ કરેલ હોય તો તે પણ આવકવેરાની પાત્ર રકમમાંથી બાદ મળે છે.

(૩) આ ઉપરાંત આવકવેરાની કલમ ૮૦સીસીડી(IB) મુજબ શારીરિક કે માનસિક રીતે અશકત એવા આશ્રિતોની તબીબી સારવાર માટે કરેલા ખર્ચ અંગે મળતી રૂા.૭૫,૦૦૦/- અથવા રૂા.૧,૨૫૦૦૦/- કપાત તરીકે બાદ મળે છે.

કોઇપણ વ્‍યકિત તે એચયુએફના કેસમાં ૮૦(ડીડી) હેઠળ પોતાના આશ્રિત એટલેકે કરદાતા અથવા એચયુએફને આશ્રિત એવા વૃધ્‍ધ માં-બાપ કે જેમને પેન્‍શન અથવા કોઇપણ પ્રકારની આવક નથી. તેઓના તબીબી સારવાર અંગે વર્ષ દરમિયાન જે કાંઇ ખર્ચ કરેલો હોય તે ઉપરોકત કલમ નીચે આવકવેરામાંથી બાદ મળે છે. આમ, કલમ ૮૦(ડીડી) હેઠળ,

(અ) ૪૦%થી વધુ ડિસએબિલિટી ધરાવતી વ્‍યકિતઓના કેસમાં રૂા.૭૫,૦૦૦ની કપાત મળશે.(બ) ૮૦%થી વધુ ડિસએબિલિટી અર્થાત સીવિયર ડિસએબિલિટી ધરાવતી વ્‍યકિતઓના કેસમાં)ં રૂા.૧,૨૫,૦૦૦ની કપાત મળશે

(૪) કલમ ૮૦સીસીડી(1B) મુજબ ગંભીર રોગ કે બીમારીથી પીડાતા કરદાતા અને તેના આશ્રિતોની તબીબી સારવાર માટે કરેલ ખર્ચ અંગે મળતી રૂા.૪૦,૦૦૦/- અથવા રૂા.૧,૦૦,૦૦૦/-ની કપાત આવકવેરાના નિયમો હેઠળ કોઇપણ ગંભીરરોગ કે બીમારી કરદાતા પોતે અથવા તેના આશ્રિત (મા-બાપ અથવા અન્‍ય)જેનું  ભરણ-પોષણ પોતે કરતા હોય. તેવી વ્‍યકિત કે એચયુએફ કરદાતા હોય તેમણે ખરેખર કરેલ ખર્ચ અથવા વધુમાં વધુ રૂા.૪૦,૦૦૦/- સુધી બાદ મળે છે. તેવી જ રીતે જો આશ્રિત વ્‍યકિત સિનિયર સીટીઝન હોય તો તેવા કેસમાં રૂા.૧,૦૦,૦૦૦/- સુધી કપાત બાદ મળશે. પરંતુ આ અંગે કોઇપણ મેડીકલેઇમ કે વીમા તરફથી અથવા સરકારની કોઇપણ મેડીકલ સ્‍કીમ હેઠળ કોઇપણ રકમને રાહત મળેલ હોય તો તે ઉપરોકત કપાત રકમમાંથી બાદ થશે.

આમ, કલમ ૮૦(ડીડી) અથવા ૮૦(ડીડીબી)હેઠળ જો અત્‍યંત ગંભીર (ડિસએબિલિટી)ધરાવતી આશ્રિત અથવા કરદાતા પોતે હોય તો એમને ઉપરોકત જણાવેલ લાભ મેળવવા માટે સરકારી સર્ટિફિકેટ ફીઝીસીયન એમડી ડોકટર તેમની ગંભીર બીમારીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. અને તે મેળવ્‍યા બાદ જ આ કપાત લેવી યોગ્‍ય છે.

(૫) કલમ ૮૦સીસીડી(1B)મુજબ ઉચ્‍ચ શિક્ષણ માટે લીધેલ લોન સંબંધી વ્‍યાજની ચુકવણી અંગે મહત્‍વની કપાત. કોઇપણ કરદાતા કે તેમના એચયુએફ દ્વારા કરદાતાના  લગ્નસાથી અથવા સંતાનોને ઉચ્‍ચ અભ્‍યાસ એટલેકે એન્‍જીિનીયરીંગ, મેડીસીન, મેનેજમેન્‍ટ કે અન્‍ય કોઇ અનુસ્‍નાતક કક્ષામાં ભારત કે વિદેશમાં ભણાવવા માટે કોઇપણ સરકારી કે પ્રાઇવેટ બેંકમાંથી લોન લીધેલ હોય તેવી લોનનું વ્‍યાજ કરદાતા/ એચયુએફ તેમના સભ્‍યો માટે કોઇપણ રકમનું વ્‍યાજ ચુકવે. તે વ્‍યાજની સંપૂર્ણ રકમ અંગે કોઇપણ લિમિટ નથી

(૬) કલમ ૮૦સીસીડી(1B) દાનમાં આપેલી રકમ અંગે મળી શકતી કપાત કોઇપણ કરદાતા/ પેઢીને કંપની/ એચયુએફ/ રીલીજીયન/ ચેરીટેબલ ઈન્‍સ્‍ટીટયુટસ એટલેકે કોઇપણ ધાર્મિક, શૈક્ષણિક, હોસ્‍પિટલ, ગૌશાળા જેવા ચેરીટેબલ ટ્રસ્‍ટો કે જેની પાસે આવકવેરા કલમ ૮૦(જી)ની માન્‍યતાનું સર્ટિફિકેટ હોય જે ૨૦૨૧માં રીન્‍યુ કરાવેલ હોય તેવી સંસ્‍થાને ડોનેશન ચેકથી જ આપેલ ડોનેશન આવકવેરામાંથી ડોનેશનની રકમના ૫૦% અથવા કરદાતાની ગ્રોસ ઇન્‍કમના ૧૦% લેખે આવકમાંથી બાદ મળે છે. આ અંગે ડોનેશન લેનાર સંસ્‍થાની પહોંચ, પાનકાર્ડ નંબર, તેમજ તેના ૮૦(જી)ના સર્ટિફીકેટ નં.આવકવેરા રિટર્નમાં દર્શાવવાના હોય છે. તે જ તેને બાદ મળશે.

આમ, કોઇપણ કરદાતાએ ઉપરોકત ઇન્‍કમટેક્ષના કાયદા અનુસાર પોતાની આવકમાંથી જે કાંઇ કાયદેસરની રકમ બાદ મળે તે લેવી. જોઇએ અને તે અંગેના બધા જ પુરાવાઓ પોતાની પાસે સાચવવા જરૂરી છે.

નીતિન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ રાજકોટ મો ૯૮૨૫૨ ૧૭૮૪૮

email: (info@nitinkamdar.com)

(4:19 pm IST)