Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ભગવતીપરામાં ૩ નળ કપાતઃ ૧૯ મીલ્‍કતસીલઃપપને જપ્તી નોટીસ

રાજકોટ : આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૧૯ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૩-નળ કનેકશન કપાત કરવામાં આવેલ. પપ-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસની નોટીસ અપાયેલ. રૂા. ૧.૯૦ કરોડની વસુલાત કરાયેલ. આજ દિન સુધી કુલ આવક રૂા. ૩૦૦.૪૪ કરોડ થવા પામી છે. મનપાની યાદી મુજબ વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં. ર માં જામનગર રોડ પર આવેલ ૯-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૩ માં પેલેસ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ. અવધ પાર્કમાં ર યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૪ માં કુવાડવા રોડ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. પ માં રતનદીપ સોસાયટીમાં ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૬ માં ભાવનગર રોડ પર આવેલ ૧-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૭ માં ભુપેન્‍દ્ર રોડ પર આવેલ ૯-યુનિટ સીલ કરેલ.

વોર્ડ નં. ૮ માં નાના મૌવા રોડ આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૯ માં સાધુ વાસવાણી રોડ આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૦ માં યુનિ. રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૧ માં કાલાવાડ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૩ માં ચામુંડાનગરમાં ૪-યુનિટને નોટીસ આપેલ.

ઉમાકાંત પંડીત ઉદ્યોગ-૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૪ માં ૮૦ ફુટ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧પ માં કોઠરીયા રીંગ રોડ પર  આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટર દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:14 pm IST)