Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજબેંકની મવડી શાખાના નવા બિલ્‍ડીંગનું નરેશભાઇ પટેલના હસ્‍તે ખાતમુર્હુત

રાજકોટઃ  રાજબેંકની કુલ ૨૭ શાખાઓ છે જે પેકી હાલ ૧૬ શાખાઓ માલિકીના મકાનમાં કાર્યરત છે. બેંકના મેનેજમેન્‍ટની દીર્ઘદ્રષ્ટિ થકી બેંકની મવડીશાખા માટે પણ માલિકીની જગ્‍યા લઈ તેમાં હાલની શાખાને ફેરવવાનું નક્કી કરવામાં આવેલ. જેને અનુલક્ષીને બેંકની મવડી શાખા માટે હાલના વિસ્‍તારમાં જ શાખા માટે જગ્‍યા ખરીદવામાં આવેલ. આ જગ્‍યાનું ખાતમુહુર્ત ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ખાતમુહર્ત વિધિ કરવામાં આવેલ.

આ પ્રસંગે બેકના ચેરમેનશ્રી, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્‍યો, બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યો, બેકના સીઈઓ તથા બેકની રાજકોટની તમામ શાખાઓના કર્મચારીઓ હાજર રહેલ. આજના બદલાતા યુગમાં, બેકીંગ સેક્‍ટરમાં હરિફાઈમાં ઉભેલી રાજબેંક તેની તમામ શાખાઓ વાતાનુકુલિત તેમજ અદ્યતન સુવિધા સભર તેમજ નવી ટેકનોલોજી પુરી પાડવામાં આવશે. જેના ભાગરૂપે રાજબેંકને અત્‍યાર સુધીમાં ૨૨ જેટલા વિવિધ બેકીંગ એવોર્ડ મેળવેલ  હોવાનું યાદીમાં જણાવાયુ છે. બેન્‍કમાં ૨૪૦ કર્મચારી પરિવારની ટીમ કાર્યરત હોવાનું  જુલી સાવલીયા(ચીફ  એકઝીકયુટીવ ઓફીસર)એ જણાવ્‍યુ હતું

(4:14 pm IST)