Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટની ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી એમપીનો રવિ ભગાડી ગયો : અપહરણો ગુનો

રાજકોટ,તા. ૨૪ : શહેરના તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતી એમપીની ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતા ૧૬ વર્ષની સગીરા ગત તા. ૧/૩ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન મુળ મધ્‍યપ્રદેશ જાંબવાના ચુહી ગામનો રવિ તોલીયાભાઇ વાખલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ખબર પડતા તેના પરિવારજનોએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી રવી વાખલા સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. એમ.આર.ગોંડલીયા તથા પ્રવિણભાઇએ તપાસ આદરી છે.

(4:03 pm IST)