Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટ ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્‍ટાફે ટિકિટ વગરના મુસાફરો પાસેથી રૂ. ૧.૧૩ કરોડ વસૂલ્‍યા

સમગ્ર પヘમિ રેલવેમાં રાજકોટ ડિવિઝનના TTEએ મેળવ્‍યું પ્રથમ સ્‍થાન

રાજકોટ, તા. ર૪:રાજકોટ ડિવિઝન ના ટિકિટ ચેકિંગ સ્‍ટાફે તેમના કાર્યક્ષેત્રમાં ઉત્‍કળષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે, જેના પર રાજકોટ રેલવે ડિવિઝનને ગર્વ છે.

 રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્‍યા મુજબ રાજકોટ ડિવિઝનના ડેપ્‍યુટી ચીફ ટિકિટ ઈન્‍સ્‍પેક્‍ટર (Dy.CTI) શ્રી કે.ડી. ઓઝાએ યોગ્‍ય ટિકિટ વિના મુસાફરી કરતા અને બુક કરાવ્‍યા વગરનો સામાન વહન કરતા મુસાફરો પાસેથી દંડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની આવક એકત્ર કરવાની ઉત્‍કળષ્ટ સિદ્ધિ મેળવી છે.   રાજકોટ ડિવિઝન ના ડેપ્‍યુટી મુખ્‍ય ટિકિટ નિરીક્ષક શ્રી કે.ડી. ઓઝાએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૪,૯૨૮ કેસમાંથી દંડ તરીકે રૂ. ૧.૧૩ કરોડની આવક મેળવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પヘમિ રેલવેમાં ટિકિટ ચેકિંગમાંથી રૂ. ૧ કરોડથી વધુની આવક મેળવનાર માત્ર બે જ TTE છે, જેમાં પ્રથમ સ્‍થાન રાજકોટ ડિવિઝનના શ્રી કે.ડી. ઓઝાએ હાસિલ કર્યું છે જે રાજકોટ ડિવિઝન માટે ગૌરવની વાત છે. રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન, સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના અને આસીસ્‍ટન્‍ટ કોમર્શીયલ મેનેજર શ્રી વી. ચંદ્રશેખર દ્વારા ટીકીટ ચેકીંગ સ્‍ટાફ શ્રી કે.ડી. ઓઝા ને આ ઉત્‍કળષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝને એપ્રિલ, ૨૦૨૨ થી ફેબ્રુઆરી, ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન નોંધાયેલા ૧.૪૯ લાખ કેસમાંથી ટિકિટ ચેકિંગની આવક તરીકે રૂ. ૧૧.૭૨ કરોડની કમાણી કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૧૧૩.૧૧ટકા વધુ છે. શ્રી સુનિલ કુમાર મીનાએ વધુમાં સમજાવ્‍યું કે ટિકિટ તપાસનારને માત્ર વાસ્‍તવિક મુસાફરોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને શોધવા માટે જ નહીં પરંતુ આવા મુસાફરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે નિયમોનું જ્ઞાન અને દંડ ભરવા માટે મુસાફરોને સમજાવવા માટે ની કુશળતા અને ચતુરાઇ પણ જરૂરી છે.   રેલવે તંત્રે તમામ રેલવે મુસાફરોને માન્‍ય ટિકિટ સાથે મુસાફરી કરવા માટે વિનંતી કરી છે.

(3:44 pm IST)