Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હિન્‍દુ-મુસ્‍લિમોને તહેવારોની શુભેચ્‍છા

મુબારક પાઠવતા કોંગી અગ્રણી કટારીયા

રાજકોટ તા. ર૪: માહે રમઝાન માસની મુસ્‍લીમ સમાજમાં ત્રણગણી ખુશી સાથે જુમ્‍મા મુબારકના દિવસથી રમઝાન માસનો પ્રારંભ થતા મુસ્‍લીમ સમાજમાં અનેરી ખુશીનો માહોલ છે. રાજકોટ શહેરની દરેક મસ્‍જીદમાં રોશનીથી શણગાર જગમગાટ થશે.જુમ્‍મા મુબારક દિવસે પ્રથમ રોઝુ હોય દરેક મસ્‍જીદમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળશે અને સાથો સાથ દરેક મસ્‍જીદમાં ખૂબ મોટી ભીડ જોવા મળશે.રમઝાન માસ નેકીવાળા મહિનો ઇબાદતવાળો મહિનો રાજીવાળો મહિનો ખેરાત જકાતવાળો મહિનો અલ્લાહતાલાને રાજી રાખવાનો મહિનો આમ દરેક રીતે નેકી સાથે ખુશીનો મહિનો એટલે માહે રમઝાન મુબારક મહિનો.

હિન્‍દુ-મુસ્‍લીમ ભાઇ-બહેનોને ચૈત્ર નવરાત્રી મુબારક.

સિંધી સમાજને ચેટીચાંદ મુબારક

વોરા સમાજને પણ માહે રમઝાન મુબારક અને રાજકોટના દરેક હિન્‍દુ-મુસ્‍લિમ ભાઇ-બહેનોને દરેક તહેવારની ખુબ ખુબ મુબારકબાદી હબીબભાઇ કટારીયાએ એક યાદીમાં પાઠવેલ છે.

(3:43 pm IST)