Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કાળભૈરવનો કોપ બતાવી કૌટુંબીક ભત્રીજી ઉપર બળાત્‍કાર ગુજાર્યા અંગે પકડાયેલ કૌટુંબીક કાકાને આજીવન કેદ

આરોપી તાંત્રીક કાકાએ પીડીતાના પતિના ધંધામાં બરકત લાવવા કાળાભૈરવનો કોપ દુર કરવાના બહાને બળાત્‍કાર ગુજાર્યો હતોઃ જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ ૭૦ મી સજા કરાવી

રાજકોટ તા.ર૪ :પિતરાઇ બહેન ઉપર કાળભૈરવનો કોપ બતાવી અનેક વખત બળાત્‍કાર કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા સેશન્‍સ અદાલતે ફરમાવી હતી.

બે સંતાનોની માતા ભોગ બનનારના પતિને ધંધામાં બરકત આવવાનું ખોટુ કારણ બતાવી પોતાના જ ઘરે પોતાની પત્‍નીની હાજરીમાં આરોપીએ બળાત્‍કાર કર્યો હતો.

વર્ષ ર૦૧૮ માં ભોગ બનનારના પતિને ફોરવ્‍હીલ ગાડીનો ધંધો ચાલતો ન હોવાથી કાળભૈરવની અપકૃપા હોવાનું બહાનુ બતાવી પિતરાઇ ભાઇ યોગેશ ઉર્ફે ભીખુભાઇ કાશીરામભાઇ કુબાવતને બે થી વધુ વખત શરીર સબંધ બાંધી બળાત્‍કાર ગુજારેલ હતો.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ભોગ બનનારના લગ્ન વર્ષ ર૦૧૧ માં થયેલ હતા અને ત્‍યારબાદ તેમના પતિને ફોરવ્‍હીલ ગાડીનો ધંધો હતો જેમાં ઘણા સમય સુધી કોઇ નફો થતો ન હતો. આ કારણે આરોપી યોગેશ ઉર્ફે ભીખુભાઇએ પોતાના કૌટુંબીક સંબોધોનો લાભ લઇ ભોગ બનનાર પિતરાઇ બહેનને સમજાવી, ફોસલાવી, ભરમાવી જણાવેલ હતું કે તેણી ઉપર કાળભૈરવનો કોપ છે. આ કારણે આરોપીએ જણાવેલ કે કાળભૈરવ તેણીને મળી શકે નહી પરંતુ આરોપી પોતે કાળભૈરવ વતી તેણીની સાથે શરીર સબંધ બાંધશે. આરોપીએ ભોગ બનનારને વધુમાં જણાવેલ હતું કે આરોપીની પત્‍ની પણ કાળભૈરવ સાથે સબંધ રાખે છે. અને આવા સબંધોની રૂએ આરોપીની પત્‍નીએ પણ પોતાના નગ્ન ફોટાઓ ભોગ બનનારને બતાવેલ હતા. ભોગ બનનાર આવી બાબતોથી ભરમાઇ ગયેલ અને આરોપી સાથે સહસયન કરવા સહમત થયેલ હતી. આ રીતે બે વખત શરીર સબંધ બાંધેલ હોવા છતાં ભોગ બનનારના પતિને કોઇ જ ફાયદો થયેલ જણાતો ન હતો તેથી ભોગ બનનારે પોતાના પતિને આરોપીએ કરેલ કૃત્‍યો અંગે જાણ કરેલ હતી. આથી પોલીસમાં ભોગ બનનારે ફરીયાદ કરતા ગુન્‍હાની તપાસના અંતે આરોપી અને તેની પત્‍ની વિરૂધ્‍ધ બળાત્‍કારના ગુન્‍હાની ચાર્જશીટ રજુ થયેલ. આ કેસ ચાલી જતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે જુના ઝગડાનો ખાર રાખીને આરોપી સામે ભોગ બનનારે ખોટો કેસ કરેલ છે.

 શ્રી સરકાર તરફે દલીલો કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવેલ હતું કે ભોગ બનનારના મોબાઇલમાં આરોપીના પત્‍નીના મોબાઇલમાં નગ્ન ફોટા મોકલાવેલ હોવાનું તેમજ આરોપી ભોગ બનનારો પિતરાઇ કાકો થતો હોઇ તેથી ભોગ બનનારને ખોટી ફરીયાદ કરવાનું કોઇ કારણ ન હોઇ શકે આ ઉપરાંત ભોગ બનનારે પોતાના ઉપર બળાત્‍કાર થયાની ખોટી ફરીયાદ કરે તે ભારતીય સંસ્‍કૃતિનીસ્ત્રીના સંસ્‍કાર વિરૂધ્‍ધની વાત છે જે માની શકાય નહી. ભોગ બનનારે બે સંતોનોની માતા હોવા છતાં ખોટી ફરીયાદ કરે તે પણ કાયદાથી વિરૂધ્‍ધનું અનુમાન કહેવાય જે અનુમાન કરી શકાય નહી. આ તમામ રજુઆતોના અંતે અધિક સેશન્‍સ જજ શ્રી જે.ડી.સુથારે આોરપી યોગેશ ઉર્ફે ભીખુભાઇ કાશીરામભાઇ કુબાવતને અંતિમ શ્વાસ સુધીની સખ્‍ત કેદની આજીવન સજા તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે.વોરા તેમજ ફરીયાદી ભોગ બનનાર વતી સરકારની મદદગારીમાં તરૂણભાઇ એસ.કોઠારી રોકાયેલ હતા.

સંજયભાઇ વોરા જિલ્લા સરકારી વકીલ

 

(3:42 pm IST)