Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ખોરાણા નજીક જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

કુવાડવા રોડ પોલીસનો દરોડો : રાજેશ, નરેશ, કેશુ અને કમલેશની ધરપકડ

રાજકોટ, તા. ર૪ :  ખોરાણા ગામ પાસે સણોસરા તરફ જતા ખરાબામાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાણા ગામ પો કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. એન. આર. વાણીયા તથા કોન્‍સ. યશપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે ખોરાણા ગામથી સણોસરા ગામ તરફ જતા ખરાબામાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ખોરાણા ગામના રાજેશ પ્રેમજીભાઇ સોલંકી, નરેશ કાળુભાઇ જાખલીયા, સણોસરા ગામના કેશુ પુંજાભાઇ સાગઠીયા અને કમલેશ સામજીભાઇ રામાણીને પકડી લઇ રૂા. ૧ર૧૪૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

 

(5:21 pm IST)