Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

લિફટનો તાર તૂટતાં સેલરમાં ખાબકીઃ ડાઇનીંગ હોલમાં કામ કરવા ગયેલા બે મહિલા ઘવાયા

સત્‍ય સાઇ રોડ પર મારૂતિ ચોકમાં ખોડિયાર ડાઇનીંગ હોલમાં ભીમરાવનગરના ગોૈરીબેન અને સવિતાબેન કામે ગયા હતાં ત્‍યારે બનાવઃ બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪: સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ રોડ પર મારૂતિ ચોકમાં ત્રીજા માળે આવેલા ડાઇનીંગ હોલમાંથી લિફટ મારફત નીચે ઉતરતી વખતે લિફટનો તાર તૂટતાં અંદર બેઠેલા બે મહિલાને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

નાના મવા રોડ પર ભીમરાવનગર-૮માં રહેતાં ગોૈરીબેન પ્રવિણભાઇ શ્રીમાળી (ઉ.વ.૪૮) અને પડોશી સવિતાબેન કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૩૪) ૨૧મીએ ખોડિયાર ડાઇનીંગ હોલમાં વાસણ સફાઇ સહિતનું કામ કરવા ગયા હતાં. રાતે સાડા દસેક વાગ્‍યે કામ પુરૂ થયા બાદ બંને બહેનો ઘરે જવા ત્રીજા માળેથી લિફટમાં બેઠા હતાં. બીજા માળે લિફટ પહોંચી ત્‍યારે એકાએક તાર તૂટતાં લિફટ ધડાકા સાથે સેલરમાં જઇ અથડાતાં બંનેને ઇજાઓ થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. ત્‍યાંથી હવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(3:40 pm IST)