Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને સાત લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ર૪: ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા કોર્ટે ફટકારી હતી.

આ કેસની વિગત એવા પ્રકારી છ ે કે આ કામના આરોપી જેન્‍તીભાઇ પ્રેમજીભાઇ ઘમ્‍મર રહે. સદગુરૂ પ્રોવિઝન સ્‍ટોરની બાજુમાં, ગાંધીગ્રામ, રાજકોટવાળાએ લાભુબેન ગણેશભાઇ સખિયાના પતી ગણેશભાઇના મિત્ર થતા હોય મિત્રના નાતે રૂ. ૭,૦૦,૦૦૦/- સાત લાખ ઉછીના માંગતા ગણેશભાઇએ ફરીયાદી લાભુબેનને આરોપીને રૂા. ૭,૦૦,૦૦૦/- હાથ ઉછીના આપવાનું કહેતા ફરીયાદીએ આરોપીને રકમ ઉછીની આપેલ સદરહું રકમની ફરીયાદીએ ઉઘરાણી કરતા આરોપી જેન્‍તીભાઇ ઘમ્‍મરે ફરીયાદીને રૂા. ૭,૦૦,૦૦૦નો ચેક લખીને આપેલ.

સદરહું ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં રજુ કરતા વગર વસુલે ફંડ ઇનશફીશીયન્‍ટના શેરા સાથે વગર વસુલે પરત ફરેલ આથી ફરીયાદીએ આરોપીને ડીમાંડ નોટીસ આપેલ તે દરમ્‍યાન આરોપી મકાન બદલાવીને અન્‍ય સ્‍થળે રહેવા ચાલ્‍યા ગયેલ અને નોટીસનો જવાબ આપેલ નહીં કે ઉછીની રકમ પરત આપેલ નહીં આથી ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત અદાલતમાં નેગો. ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરતા અદાલતે સમન્‍સ ઇસ્‍યુ કરેલ હતું.

અદાલતે વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા ધ્‍યાને લેવા વગેરે ફરીયાદીના એડવોકેટ જીતેન્‍દ્રસિંહ પરમારની દલીલ અદાલતે ગ્રાહ્ય રાખીને આરોપીને એક વર્ષની કેદની સજા કરેલ અને ફરીયાદીને દિન-૬૦ માં રૂા. ૭,૦૦,૦૦૦/- ચુકવી આપવા હુકમ કરેલ છે. અને રકમ ચુકવે નહીં તો ૧-માસની વધુ સજા ભોગવવા હુકમ કરેલ છે. ફરીયાદી વતી એડવોકેટ જીતેન્‍દ્રસિંહ પરમાર, અનીલભાઇ ગજેરા, વિશાલ સોજીત્રા તથા દીપેન વેકરીયા, રાજેન્‍દ્રસિંહ એ. ગોહીલ રોકાયેલ હતા.

(5:20 pm IST)