Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મવડીની શ્રીનાથજી સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૩ લાખના દારૂ સાથે સપના ડાંગર પકડાઇ

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજા, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહની બાતમી : વિદેશી દારૂની ૬૦૦ બોટલ કબ્‍જે

રાજકોટ તા. ૨૪ : મવડી રોડ શ્રીનાથજી સોસાયટીમાં આવેલ એક ઓરડીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૩ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે મહિલાને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટીમાં એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજા, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ ગોહિલને બાતમી મળતા શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૬માં દરોડો પાડી ભાડાની ઓરડીમાંથી રૂા. ૩,૦૦,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬૦૦ બોટલ સાથે સપના ધવલ ડાંગર (રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૬)ને પકડી લઇ દારૂનો જથ્‍થો તથા એક મોબાઇલ ફોન મળી રૂા. ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. મહિલાની પૂછપરછમાં પતિ ધવલ સાથે દારૂનો ધંધો કરે છે. ધવલ હાલ મારામારીના ગુનામાં જેલમાં છે. આ કામગીરી પી.આઇ. બી.ટી.ગોહિલ, એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજા, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ અને કોન્‍સ. ભૂમિકાબેન ઠાકર દ્વારા કરવામાં આવી હતી

(3:22 pm IST)