Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગેટ પાસ કઢાવનાર ખેડુતોના માલની સુરક્ષાની જવાબદારી માર્કેટીંગ યાર્ડની : ભા.કિ.સ.

રાજકોટ તા. ૨૪ : વરસાદી વાતાવરણ વખતે માર્કેટીંગ યાર્ડમાં અંદર ખેડુતોના તૈયાર માલ પલળીને બગડી જતા હોય છે. ત્‍યારે આવા સંજોગોમાં ગેઇટ પાસ કઢાવી લેનાર ખેડુતોના માલની સુરક્ષાની જવાબદારી માર્કેટ યાર્ડ અથવા કમીશન એજન્‍ટની ફીકસ થવી જોઇએ. તેવી માંગણી ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનોએ ઉઠાવી છે.

તેઓએ જણાવેલ કે છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્‍ટ્રમાં માવઠાની અસરને કારણે ખેડુતોનો મહામુલો માલ બગડી રહ્યો છે. ખેડુતો જ નુકશાનીનો ભોગ બને છે. હકીકતમાં માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોના વાહનનો ગેટ પાસ બની ગયા પછી ખેડુતોના માલની સંપૂર્ણ જવાબદારી કમિશન એજન્‍ટ અથવા માર્કેટીંગ યાર્ડએ સંભાળી લેવી જોઇએ. તેના બદલે નુકશાનીનો બોજ ખેડુતો પર નાખી દેવામાં આવે છે.

આ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા એપીએમસી ડાયરેકટર અને કૃષિમંત્રી સહીતનાઓને ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનો દિલીપભાઇ સખીયા, ભરતભાઇ પીપળીયા, દિનેશભાઇ વોરા, મનીશભાઇ માયાણી, રતીભાઇ ઠુમ્‍મર, લક્ષ્મણભાઇ શીંગાળા, વિઠલભાઇ બાલધા, અશોકભાઇ મોલીયા, ભૂપતભાઇ કાકડીયા, માધુભાઇ પાંભર, રમેશભાઇ જેતાણીએ પત્ર લખી રજુઆત કરી છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:21 pm IST)