Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગેસ રિફિલિંગ કૌભાંડઃ અમે આ કૌભાંડમાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ : ખાલી બાટલા પુરવઠા ગોડાઉનમાં સીલ કરાયા...

કલેકટર પાસે કેસ ચાલશેઃ મંજુરી આપશે તો ફોજદારી : ડી.એસ.ઓ. સૂરજ સૂથારની ‘‘અકિલા'' સામે વાતચીત.. : કૌભાંડી શખ્‍સ બહારથી બાટલા મેળવવાનું કહે છે.... પરંતુ એજન્‍સીઓની સંડોવણી વગર આ કૌભાંડ શકય નથી...:ડી.ઍસ.અો. શ્રી સૂરજ સુથાર તથા તેમની ટીમે દરોડો પાડી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું

રાજકોટ, તા. ર૪ : શહેરના નવા થોરાળા -માજોઠીનગરમાં જીલ્લા પુરવઠા તંત્રે દરોડો પાડી ગેસ રિફિલિંગનું મસમોટુ કૌભાંડ ઝડપી લીધુ છે.

દરમિયાન આ પ્રકરણમાં ઇન્‍ચાર્જ ડીએસ.ઓ. શ્રી ફરજ સુથારે ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતુ કે અમે આ પ્રકરણમાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ, કૌભાંડના મુળ સુધી જઇશું. તેમણે જણાવેલ કે ઝડપાયેલ શખ્‍સ હાલ બહારથી-અન્‍ય નાના વેપારીઓ -રેકડીવાળા-કોર્મીશીયલ ઉપયોગ કરનારાઓ પાસેથી બાટલા લેતો હોવાનું જણાવી રહ્યો છે, પરંતુ તેની બાબત ઉપર તંત્રને વિશ્વાસ નથી. આમાં ગેસ એજન્‍સીઓની સંડોવણી હશે જ, કારણ કે તે વગર આ કૌભાંડ શકય નથી. તેમજ આટલી મોટી માત્રામાં બાટલા પણ બહાર ન આવી શકે.

શ્રી સુરજ સુથારે જણાવેલ કે ભરેલા બાટલા અમે ઇન્‍ડીયન ઓઇલના ગોડાઉનમાં સીલ કરી રાખી દીધા છે, જયારે જપ્ત કરાયેલ ખાલી બાટલા અન્‍ય વસ્‍તુઓ અમે પુરવઠાના ગોડાઉનમાં રાખી સીલ કરી દીધા છે.

ડીએલઓએ જણાવેલ કે આજે પણ તપાસ ચાલુ છે, આ કેસ કલેકટર પાસે ચાલશે અને કલેકટરશ્રી કહેશે તો ફોજદારી કરાશે.

જે કૌભાંડી શખ્‍સ છે તે ભાગી જાય તો, તે બાબતમાં ડે. કલેકટરે જણાવેલ કે આ શકય નથી અને ભાગી જાય તો વોરંટ પણ નીકળી શકે છે, હાલ એજન્‍સીઓની સંડોવણી અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

(5:05 pm IST)