Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વીજ તંત્રમાં ૪ એડી. ચીફ ઇજનેરનેપ્રમોશનઃ કોર્પોરેટ ઓફીસમાં મૂકાયા

રાજકોટ તા. ર૪ :.. પીજીવીસીએલમાં ગઇકાલે ૪ એડી. ચીફ ઇજનેરને પ્રમોશનઆપી ચીફ ઇજનેર તરીકે બદલીઓ કરાઇ છે.

જીયુવીએનએસના એલ. એસ. મોદીને રાજકોટ કોર્પોરેટર ઓફીસમાં, રાજકોટ કોર્પોરેટર કચેરીના આર. જે. વાળાને ત્‍યાં જ, જીયુવીએનએલ.ના એચ. એન. શાહને ભાવનગર ઝોનલ ઓફીસમાં તથા ડી. વી. લાખાણીને રાજકોટ કોર્પોરેટર ઓફીસમાં નિમણુંક અપાઇ છે.

(11:55 am IST)