Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

એક એવા રૂહાની કલાકાર જે સામાન્‍ય માણસની સંવેદનાઓને સંગીતના લયમાં પરોવી લોકોના દિલના તાર ઝણઝણાવે છે !

‘‘તાલ તરંગ''ની વાર્ષિક મેમ્‍બરશીપ ફટાફટ લઇ મળો ભાવિન શાષાીને - એક સુપ્રસિદ્ધ ગાયક, અનન્‍ય દેશભક્‍ત, સચોટ મોટીવેટર અને સૂફી ગાયક - ૯ એપ્રિલએ રાજકોટમાં!

રાજકોટઃ શહેરીજનોને ફરી પછી એક અનન્‍ય મ્‍યુઝિકલ ઇવેન્‍ટ માટે રેડી ? આ વખતે તાલ તરંગ વતી શ્રી ભારતી બેન નાયક લઇ ને આવે છે એક એવા અનુઠા સિંગર લાઈવ  જેઓ એ અનેક બોલિવૂડ સિતારાઓ  માટે તો ગીતો ગાયા જ છે પરંતુ તેઓ ની ઓળખ દેશ - વિદેશમાં તેમના સુફીયાત  થી ભરેલા સંગીત માટે વધુ પ્રસિદ્ધ છે. જી હા, વાત છે રૂહાની સંગીતના સુરમયી  બાદશાહ શ્રી ભાવિન જે. શાષાીની.

જીવન માં કેટલીક ખુશીઓ દસ્‍તક દઈ ને આવે પણ ખુશીઓના વાદળ ઉમડી  પડે ત્‍યારે બારે મઘ ખાંગા થાય તેમ વરસે એક દિલ ને ઝણઝણાવી જાય તેવો અવાજ ! આ એ અવાજ છે જેને અગણિત લોકો નો બેહિસાબ પ્રેમ મળ્‍યો ! આ એ અંદાજ છે જેણે  કેટકેટલાંયે દિલો-દિમાગ ને પોતાના દીવાના બનાવ્‍યા ! કેટલાયે શહેરો માં આ અવાજ પોતાના ચાહકો ના દિલ ની ધડકન છે. આ અવાજ એ કેટલાયે પ્રસંગો ને પોતાની અવાજ ના રણકા  થી સજાવ્‍યા છે ! આ રૂહાની અવાજ અને સુફિયાના અંદાઝ છે શ્રી ભાવિન શાષાી નો .

સંવેદનાનો ચોક્કસ પડઘો અને તે પણ ખરા અર્થમાં પાડતી આ અવાજ ની માસુમિયત રાજકોટ ના આંગણે આવી રહી છે ૯ એપ્રિલ એ. હેમુ ગઢવી હોલ , રાત્રી ના ૯ વાગ્‍યે. તાલ તરંગ ના શ્રી ભરતી બેન નાયક પ્રસ્‍તુત આ અનોખો કાર્યક્રમ ચૂકવા જેવો નથી રાજકોટ.

તાલ તરંગ ના તમામ કાર્યક્રમો જેવા કે અન્‍વેષા લાઈવ જેમાં શ્રી લતા મંગેશકરજી ને શ્રદ્ધાંજલિ અપાઈ હતી થી લઇ ને સંજીવની અને સુદેશ ભોંસલે જેવા ગાયકો ને આપ સહુ એ દિલ થી માણ્‍યા  છે. આ વખતે એકદમ નવીનતમ અવાજ લઇ ને આવે છે તાલ તરંગ ગ્રુપ તો રાજકોટ જલ્‍દી થી ટિકિટ બુક કરાવજો. કારણ કે દર વખત ની જેમ જ કાર્યક્રમ બહુ જલ્‍દી હાઉસફુલ થઇ જાય છે!

તાલ તરંગ ગ્રુપ પ્રસ્‍તુત ભાવિન શાષાી નાઈટની ટિકિટ ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮  નંબર ઉપરથી મળી શકશે. સ્‍પોન્‍સર્સ લોકો ને ખુબ સટીક રિસ્‍પોન્‍સ મળતો હોઈ , જો  આપ સ્‍પોન્‍સરશિપમાં જોડાવવા માંગતા હોય તો પણ ઉપરોક્‍ત  નંબર અથવા ૭૪૩૫૦ ૪૪૭૨૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

ઘણી વાર અલગ અલગ શૉની આખા પરિવારની ટિકિટ લઈએ તો ખર્ચ ઘણો વધી જતો હોય છે. આવા ખર્ચ અટકાવવા બેસ્‍ટ ઓપશન છે આ ક્‍લબ ની મેમ્‍બરશિપ લઇ લેવી. તાલ તરંગ ની વાર્ષિક મેમ્‍બરશિપ લઇ ને આ શૉ ઉપરાંત પણ અન્‍ય  ૭ શૉ આખા વર્ષ દરમ્‍યાન માણવા મળશે.  સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્કઃ ભારતીબેન નાયકઃ ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(11:56 am IST)