Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

‘આયો લાલ ઝુલેલાલ' : રાજકોટમાં ચેટી ચાંદ પર્વની ઉમંગભેર ઉજવણી : નાચગાન સાથે શોભાયાત્રા

રાજકોટ : આજે ચૈત્રી બીજના પાવન પર્વે સમસ્‍ત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ સાંઇના જન્‍મોત્‍સવની ચેટીચાંદ પર્વરૂપે ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે. ઝુલેલાલના જયજયકાર સાથે શોભાયાત્રા, સ્‍કુટર રેલી સહીતના આયોજનો થયા છે. રાજકોટના સુપ્રસિધ્‍ધ રામનાથપરા ખાતેના શ્રી હરમંદિરે સવારે ૧૦ વાગ્‍યાથી આરતી-પલ્લવ અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. કોઠારીયા નાકા ચોકમાં સિંધ યુવક મંડળ દ્વારા બપોરે ૧૨ વાગ્‍યાથી શોભાયાત્રાના આગમન સુધી  પ્રસાદ વિતરણની વ્‍યવસ્‍થા છે. જંકશન પ્‍લોટ ભાટીયા બોર્ડીંગ ખાતે સાંજે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે. રેલનગર સિંધી સમાજ દ્વારા સવારે શોભાયાત્રા યોજવામાં આવી હતી. તસ્‍વીરમાં રાજકોટના જુદા જુદા વિસ્‍તારોમાં આવેલ ઝુલેલાલ મંદિરોમાં થઇ રહેલ પૂજા-આરતી અને દર્શનનો લાભ લેતા ભાવિકજનો તેમજ નાચગાન સાથે નિકળેલ શોભાયાત્રાના દ્રશ્‍યો નિહાળી શકાય છે.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:16 pm IST)