Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

શહેરના ૧.૭ર લાખ કરદાતાઓનો અ...ધ...ધ.. ૬૭૦ કરોડનો મિલ્‍કત વેરો બાકી

સરકારી ઓફીસ, કંપનીઓ તથા મોબાઇલ ટાવર કંપની સહિતના મોટા ર૩૧૪ બાકીદારોઃ આજે મનપાની વેરા શાખા દ્વારા વિવિધ વિસ્‍તારમાં ૧૮ મિલ્‍કત સીલઃ પ૦ને જપ્તીની નોટીસઃ આજદિન સુધીની કુલ ર૯૮ કરોડની આવક

રાજકોટ તા. ર૩ :.. મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વેરા શાખાને ૩૪૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે, જે અંતર્ગત વસુલાતની કામગીરી ચાલી રહી છે. મનપાના તા. ર૦ ના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા વેરા શાખાને કેટલો ટાર્ગેટ, લક્ષ્ય કયાં પહોંચ્‍યુ, ત્રણ વર્ષથી વધુ સમયના બાકી લેણાની રકમ, સરકારી ખાતાઓ, કંપનીઓ, મોબાઇલ ટાવર કંપનીના મોટા બાકીદારો કેટલા સહિતના પ્રશ્નો તંત્રને પુછવામાં આવતા અધિકારીઓ દ્વારા તે અંગે જવાબ આપવામાં આવ્‍યો હતો.

તંત્રએ જવાબ આપતા જણાવેલ કે, મિલ્‍કત વેરાનો ચાલુ વર્ષનો ટાર્ગેટ રૂા. ૩૪૦ કરોડ છે અને આજ સુધીમાં ર૮૧ કરોડની વસુલાત કરવામાં આવી છે. જયારે ૩ વર્ષથી વધુ હોય તેવા ૧.૭ર લાખ મિલ્‍કત ધારકો પાસેથી ૬.૭૦ અબજનું લેણું બાકી હોવાનું જણાવી સરકારી ખાતાઓ, કંપનીઓ, મોબાઇલ ટાવર કંપની સહિત ર૩૧૪ જેટલા મોટા બાકીદારો છે.

મોટા બાકીદારોને દર વર્ષે બીલો તથા નોટીસો આપવામાં આવે છે. જેથી અમુક રકમની તેઓ દ્વારા ભરપાઇ કરાઇ. જયારે સરકારી ઓફીસોના બાકી માંગણા સામે ગ્રાન્‍ટના અભાવે વસુલાત થઇ શકતી નથી. અમુક કોર્ટ મેટર હોવાથી કાર્યવાહી કરી શકાતી નથી. ટેકસ રીકવરી સેલ વસુલાતની કામગીરી કરે છે અને છેલ્લા ૧૦ માસમાં ર અબજથી વધુની વસુલાત કરવામાં આવી છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ આજ રોજ વેરા વસુલાત શાખા દ્વારા કુલ ૧૮ મિલ્‍કતોને સીલ કરેલ તથા પ૦ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવેલ જયારે રૂા. ૮૯.૪પ લાખની વસુલાત કરવામાં આવી હતી. આજ સુધી આવક રૂા. ર૯૭.૯૦ કરોડે પહોંચી છે.

વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં. ર માં રેસકોર્સ રોડ પર આવેલ ૭ યુનિટ સીલ કરેલ.

વોર્ડ નં. ૩ માં રેલનગરમાં ર-યુનિટને નોટીસ આપેલ. નુતન પ્રેસ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. પ માં પેડક રોડ પર આવેલ પ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૬ માં કાલાવાડ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ. ભાવનગર રોડ પર આવેલ. ર-યુનિટને નોટીસ આપેલ.

જયારે વોર્ડ નં. ૭ માં પેલેસ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ આપેલ. કરણપરા વિસ્‍તારમાં ૩ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૮ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.  માયાણીનગરમાં ર યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૯ માં સદ્‌્‌ગુરૂ પાર્કમાં ર યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૦ માં કાલાવડ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૧ માં મવડી રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.

ઉપરાંત વોર્ડ નં. ૧૩ માં મવડી મેઇન રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૪ માં કેનાલ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ. ગુંદાવાડીમાં ૩ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૬ માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટર દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:21 pm IST)