Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

બેંકના મહિલા ઓફિસરની કાર બંધ થતાં ટ્રાફિક પોલીસ મદદે આવી

રાજકોટઃ લોકડાઉનમાં આવશ્યક ધારા હેઠળ આવતી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. કેનાલ રોડની બેંક ઓફ બરોડા બ્રાંચમાં ફરજ બજાવતાં મહિલા અધિકારી પોતાની કાર લઇ ફરજ પર જઇ રહ્યા હતાં ત્યારે ચોૈધરી હાઇસ્કૂલ પાસે કાર બંધ થઇ જતાં ટ્રાફિક પોલીસને મદદ માંગતા એએસઆઇ બી. કે. જાડેજા સહિતની ટીમ મદદે પહોંચી હતી. બેટરી ડાઉન થઇ ગઇ હોઇ એમટી સેકશનનું બેટરી ચાર્જર વાહન બોલાવી કાર ચાલુ કરાવી હતી. આમ પોલીસની ટીમે 'મે આઇ હેલ્પ યુ'નું સુત્ર સાર્થક કર્યુ હતું.

(12:52 pm IST)