Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મોમ્બાસા પાર્ક અને હુડકો કવાર્ટરમાં જુગાર રમતા મહિલાઓ સહિત ૧ર ઝડપાયા

        

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસ મથકના  પી.એસ.આઇ. એમ.વી. રબારી સહિતે બાતમીના આધારે રૈયા ટેલીફોન એક્ષચેન્જની પાછળ મોમ્બાસા પાર્ક, શેરી નં.ર મા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક મધુબાલા ચીમનલાલ વાયા(ઉવ.૬૮) તથા ડિમ્પલ પ્રવિણભાઇ મકવાણા (ઉવ.૪૪) હિના દિલીપભાઇ દેસાણી (ઉવ.૪૯), નિરાલી ધર્મેશભાઇ રામૈયા (ઉવ.૩૪), નિમુ જગદિશભાઇ પરમાર (ઉવ.૪૮), લીના કનુભાઇ પારેખ(ઉવ.૬પ), રીટા જયેશભાઇ પડીયા(ઉવ.પ૧) અને ઉર્મીલા દિલીપભાઇ પાટડીયા (ઉવ.પપ)ને પકડી લઇ રૂ.૪૧,૦૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા સહિતે હુડકો કવાર્ટર નં.ડી-૬૦ પાસે દરોડો પાડી જાહેરમાં  જુગાર રમતા ભાવીન બીપીનભાઇ સેદાણી (ઉવ.૩પ) જેન્તી બાબુભઇાઇ કોરાટ (ઉવ.પ૦), સંજય કાંતીલાલ રાયચુરા (ઉવ.૪પ), અનીલ બચુભાઇ ડાભી (ઉવ. ૪પ), અને રાજેશ મહેન્દ્રભાઇ માંડલીયા (ઉવ.ર૬)ને પકડી લઇ રૂ. ૮ર૦૦ ની રોકડ સહીતની મતતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(12:26 pm IST)