Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુજોક થેરાપીઃ આપનું સ્વાસ્થ્ય આપના હાથ(ના પંજા)માં

વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પદ્ધતિ : કફથી માંડીને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી

સાઉથ કોરીયાના વૈજ્ઞાનિક પ્રો. પાર્ક જેવુ ને એક પુસ્તક વાંચતી વખતે ધ્યાનમાં આવ્યુ કે આપણા હાથ અને પગના પંજાબી રચના આપણા શરીરની રચના સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. એ વાત સાફ છે કે આ કમાલ કુદરતની જ હોવી જોઈએ અને એ વાત પણ ચોક્કસ છે કે કુદરતની દરેક વ્યવસ્થા પાછળ કંઈક સંકેત હશે જ. તેમણે વિચાર્યુ કે જો આપણા શરીરમાં સ્વસ્થ રહેવાની કોઈ પદ્ધતિ હોય તો તે સમજવામાં અને ઉપયોગમાં સરળ હોવી જોઈએ. આ તર્ક અને જ્ઞાનના આધાર પર તેમણે આખુ વિજ્ઞાન રચી નાખ્યુ, કહો કે ઈતિહાસ રચી દીધો અને એક સંપૂર્ણ વિજ્ઞાન સુજોકનો જન્મ થયો.

૨૫ માર્ચ ૨૦૧૨ના રોજ તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી તેમની આ યાત્રાને ૧૬ વર્ષ પૂરા થયા. તેમની જન્મ અને મૃત્યુતિથિ નિમિતે વિશ્વભરમાં આ થેરાપીના ટ્રીટમેન્ટ અને ટ્રેઈનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

સુજોક એ કોરીયન શબ્દો સુ એટલે કાંડા સુધીનો હાથ અને જોક એટલે ઘૂંટી સુધીનો પગના સંયોજનથી બનેલો છે. હાથ અને પગના પંજાની, સંપૂર્ણ શરીરની રચના સાથેની સામ્યતાના આધાર પર અલગ - અલગ પ્રકારની કોરસપોન્ડ્ન્સ સિસ્ટમની રચના થઈ. શરીરમાંથી નીકળતી ઉર્જા અને તેની દિશા પરની મેરીડીયન સિસ્ટમનો જન્મ થયો. શરીરના તમામ અવયવો તેમજ તંત્રોને તાર્કિક રીતે વર્ગીકૃત કરી તેને અલગ અલગ એનર્જીઓમાં વહેંચીને સિકસ કી નામની ઉત્તમ થિયરીની શોધ થઈ. અનાજના દાણાઓની ખાસીયતોનો ઉપયોગ કરતા સીડ થેરાપી અસ્તિત્વમાં આવી. (સુજોક થેરાપીમાં ભારતીય પંચતત્વ, મુદ્રા, આયુર્વેદ, ચક્ર વગેરે થિયરીનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો છે.)

સુજોક થેરાપીમાં ફીઝીશ્યલ, મેન્ટલ અને ઈમોશનલ તમામ સ્તરે ટ્રીટમેન્ટ શકય બને છે. આ સારવાર માટે જીમી, વિવિધ પ્રકારની મોક્ષા, નિડલ, કલર, સીડ, હાથની આંગળીઓ, મેગ્નેટ જેવા જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. સુજોક પદ્ધતિની વિશેષતા એ છે કે સામાન્ય માણસ પણ આ પદ્ધતિ શીખીને પોતાને તથા પોતાના પરીવારને સાજા રાખી કે કરી શકે છે. આ પદ્ધતિની કોઈ આડ અસર નથી. ખૂબ નહિવત સાધનો અને ઓછા સમયમાં આ પદ્ધતિ દ્વારા સારવાર શકય બને છે. (૩૭.૧૭)

:: સંકલન :: તપન પંડ્યા

મેમ્બર અને લેકચરર (ઈન્ટરનેશનલ સુજોક એસોસીએશન) ૯૮૭૯૮ ૪૧૦૪૮

(4:07 pm IST)