Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લાભુભાઇ ત્રિવેદી કોલેજમાં મંગળવારથી ત્રણ દિવસ ટેકનીકલ ફેસ્ટીવલ 'ગુરૂત્વાકર્ષણ-ર૦૧૮'

રાજકોટ, તા. ર૪ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ અને ટેકનીકલ ફેસ્ટીવલ 'ગુરૂત્વાકર્ષણ-ર૦૧૮'ની ઉજવણી તા. ર૭થી ર૯ સુધી થશે. આ પ્રસંગે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ઉષાકાન્તભાઇ માંકડ ઉપસ્થિત રહેશે. તેમજ કોલેજની વાર્ષિક મેગેઝીન 'ઉર્જા-ર૦૧૮'નું અનાવરણ મહેમાનોના હસ્તે કરવામાં આવશે.

ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ટેકનીકલ, નોન ટેકનીકલ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેમાં કોલેજની જુદી જુદી ટેકનીકલ ઇવેન્ટ જેવી કે લેબ ડ્રોવર, લોગીસ્ટ્રોમ, ટાઉન-ઓ-પ્લાન્ટેસ્ટીક, સ્ટ્રક સ્ટેબ, જોબ ઓ-લેથ, થ્રીડી બડી, લોજીક-એ-ઇલેકટ્ર, એલ.એલ.ટી.આઇ.ઇ.ટી. રોબો ફીફા, તેમજ નોન ટેકનીકલ ઇવેન્ટ જેવી કે ગલી ક્રિકેટ, સ્લો સાયકલીંગ, સીટી ઓફ પુલ, બેલીસ્ટા વગેરે જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે.

દરરોજ સાંજના સમયે કલ્ચરલ રીધમેનીયા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રિન્સીપાલ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.(૮.૧૬)

(4:04 pm IST)