Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ભારત માટે ટીબી સૌથી પડકારજનક રોગ સમયસરની કાળજી - સારવારથી બચી શકાય

રાજકોટ, તા.૨૩ : આજે ૨૪મી માર્ચ ''વર્લ્ડ ટીબી ડે'' છે. ટીબીના જંતુઓની શોધ કરનાર ડો.રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકનો ૧૩૬મો જન્મદિવસ હોવાના કારણે તેમને અંજલી અર્પવા વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટયુબકર્યુલોસિસ એન્ડ લંગ ડીસીસ દ્વારા આ દિવસને ટીબી ડે તરીકે ઉજવવામાંઆવે છે. ટીબી એટલે કે ક્ષય રોગ દુનિયાભરમાં   સૌથી વધુ જીવલેણ ગણવામાં આવે છે. ઇન્ફેકશન જન્ય રોગોમાં સૌથી વધુ ફેલાયેલ આ રોગ છે.

ટીબીનંુ મૂળ નામ ટયુબકર્યુલોસિસ છે. આખા વિશ્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વિશ્વના વૈજ્ઞાનિકો, તબીબો, આરોગ્ય કાર્યકરો અને જાહેર આરોગ્યના ક્ષેત્રના તજજ્ઞોના અવિરત પ્રયાસો છતા આ રોગને નાબૂદ તો શંુ નોંધપાત્ર રીતે ઘટાડી પણ શકયા નથી. ૨૪મી માર્ચ 'વર્લ્ડ ટીબી ડે' છે. વર્લ્ડ ટીબી ડે નિમિતે દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ 'વોન્ટેડઃ લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ' એ છે.

જો લાંબા સમયથી ખાંસી, ખાંસીમાં કફ નીકળવો, કફમાં લોહી નીકળવુ, ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થવી, કમરના હાડકામાં સોજો રહેવો, કમર, ઘંુટણ, પેટ, માથુ અને પગમાં દુખાવો થવો, શરીરના કોઇપણ ભાગમાં ટીબી થવાના કારણે દર્દીને સાંજે તાવ આવે છે, રાત્રે પરસેવો છુટે છે, થાક, વજનમાં ઘટાડો અને પાચનશકિત મંદ પડી જાય છે.

ટીબી મટી શકે છે જો ખુબ જ સાવચેતી અને નિયમિતતા સાથે પૂરા છ મહિનાનો ટીબીનો ૪ દવાનો કોર્ષ પૂરો કરવામાં આવે. સરકાર દ્વારા આ માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે અને દરેક ક્ષય નિયંત્રણ કેન્દ્ર પરથી તેની સારવાર મફત આપવામાં આવે છે.

દર વર્ષે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૪ માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે ઉજવવાનો હેતુ વિશ્વને ટયુબકર્યુલોસિસ (ક્ષય રોગ) મુકત કરવાનો તેમજ તે અંગેની જાગૃતતા ફેલાવવાનો છે. વર્લ્ડ ટીબી ડે ૨૪ માર્ચ ૨૦૧૮નો થીમ 'વોન્ટેડઃ લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ' એ છે.

ડો. વિરલ બલદાણીયા

ઓમ હોસ્પિટલ

મો. ૯૯૨૫૦ ૪૨૪૩૯

(4:01 pm IST)