Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કરણપરામાં અશોકભાઇ ડાભીએ ઘીના પૈસાની ઉઘરાણી કરતા ત્રણ શખ્સોનો હુમલો

ડેરી માલીક ભરવાડ યુવાનની ફરિયાદ પરથી કલો મેવાડા, રઘો ઉર્ફે જીજી અને વિજય મેવાડા સામે ગુનો

રાજકોટ તા.૨૪: કરણપરામાં ઘીના પાંચ હજાર આપવાની ના પાડી ડેરીના સંચાલક ભરવાડ યુવાનને ત્રણ ભરવાડ શખ્સોએ મારમારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કરણપરા શેરી નં.૩માં રહેતા અને ઘર પાસે દુધની ડેરી ચલાવતા અશોકભાઇ મોહનભાઇ ડાભી (ઉ.૩૬) ગઇકાલે પોતાની દુકાને હતા. ત્યારે કલો ભગાભાઇ મેવાડા તેનો નાનોભાઇ રઘો ઉર્ફે જીજી ભગાભાઇ મેવાડા અને તેના કાકાનો દીકરો વિજય ઇન્દુભાઇ મેવાડા દુકાને આવ્યા હતા. ત્યારે અશોકભાઇએ કલા મેવાડા પાસે ઘીના રૂ.પાંચ હજાર માગતા મારી પાસે પ હજાર માગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ભાગી ગયા હતા. આ અંગે અશોકભાઇએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.કે.ભટ્ટએ તપાસ આદરી છે.

(11:34 am IST)