Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ટાગોર રોડ પર રેસ્ટોરન્ટના રસોડામાં ગેસનો બાટલો ફાટતા ભીષણ આગ

આગમાં ચાર ફ્રીઝ, આર.ઓ. સીસ્ટમ, ચીમની, ટેબલ બળી ગયા

રાજકોટ, તા. ૨૪ :. ટાગોર રોડ પર ગોડાઉન રોડ પર આવેલ રેસ્ટોરન્ટના રસોડામાં ગેસનો બાટલો ફાટતા આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ગોડાઉન રોડ પર ચોકમાં આવેલ ક્રિષ્ના કોનાર્ક નામના રેસ્ટોરન્ટના રસોડામાં વહેલી સવારે એલપીજી ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. કોઈએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ચાર ફ્રીઝ, ઓપન આર.ઓ. સીસ્ટમ, ચીમની, ઈલેકટ્રીક વાયરીંગ તથા ટેબલ વગેરે સામાન બળી ગયો હતો. જાણ કરતા રેસ્ટોરન્ટના માલિક સાગરભાઈ પીપળીયા દોડી આવ્યા હતા. આગમાં નુકશાની જાણવા તપાસ આદરી છે.

(10:18 am IST)