Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ધમકીઓ આપી રૂપિયા પડાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૨૪ :. ધમકીઓ આપી રૂપિયા પડાવી લેવાના ગુન્હામાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ગોંડલના સીટી પોલીસ સ્ટેશનમાં તા. ૧૪-૨-૨૧ના રોજ ઈન્ડીયન પેનલ કોડની કલમ ૩૮૪, ૪૫૨, ૫૦૬, ૧૧૪ મુજબની ફરીયાદમાં ફરીયાદીએ આ કામના આરોપી પીયુષ કાંતીભાઈ રાઠોડ, સુફીયાન મહેબુબભાઈ સવાણ, અસલમ સલીમભાઈ શાહ સામે નોંધાવેલી ફરીયાદમાં ફરીયાદી રીધીબેન અરપીતભાઈ રાદડીયા કે જે 'આ' કલીનીક નામની હોસ્પીટલમાં ડોકટર પ્રેકટીસ કરે છે જ્યાં ફરીયાદી ડોકટરની ગેરહાજરીમાં આરોપીઓએ ફરીયાદીના સસરા ચુનીભાઈ સામે આક્ષેપો કરેલ હતા કે બધા દર્દીઓને ડોકટરની ગેરહાજરીમાં તપાસી દવા આપો છો. તેમ બોલી અલગ અલગ વ્યકિતઓને ફોન કરી હમણા એસ.ઓ.જી. પોલીસને બોલાવેલ છે અને આરોગ્ય ખાતાવાળા આવે છે તેમ કરી ધમકીઓ આપવા લાગેલ. આમ ફરીયાદીના કલીનીકમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદી પાસેથી રૂપિયા પડાવી લેવાના ઈરાદે વિડીયો શૂટીંગ ઉતારી આક્ષેપો કરી વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત ફરીયાદ નોંધાયેલ હતી.

આ ફરીયાદના અનુસંધાને આરોપીઓએ પોતાને જામીન ઉપર મુકિત માટે તેમના વકીલ મારફત ગોંડલ નામ. અદાલતમાં જામીન અરજી ગુજારતા કેસની હકીકત તેમજ આરોપીના વકીલની રજૂઆતો ધ્યાને લઈ ગોંડલની કોર્ટએ તમામ આરોપીઓને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર / આરોપીઓ વતી રાજકોટના વારીસ જુણેજા તથા રાજદીપ દાસાણી એડવોકેટ દરજ્જે રોકાયેલ હતા.

(3:48 pm IST)