Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગવરીદળ હોસ્પિટલમાં ચક્કર આવતા પડી જતા જીતેન્દ્ર કનાકેનું મોત

યુવાનને આંચકીની બિમારી હોઇ, દવા લેવા ગયો'તો

રાજકોટ તા.ર૪ : ગવરીદળ હોસ્પિટલે દવા લેવા ગયેલા યુવાનને ચક્કર આવતા પડી જતા તેનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ હડાળા ગામ પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા જીતેન્દ્ર નાનજીભાઇ કનાકે (ઉ.રપ) ને ઘણા સમયથી આંચકીની બીમારી હોઇ, તેથી તે ગઇકાલે તે ગવરીદળ  હોસ્પિટલે દવા લેવા ગયો હતો ત્યારે  તેને અચાનક ચકકર આવતા પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક જીતેન્દ્ર ચારભાઇમાં નાનો હતો આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મથકના હેડ કોન્સ. હમીરભાઇએ કાર્યવાહી કરી હતી.

(2:40 pm IST)