Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાજકોટમાં સાંજે વિજયભાઈની વિજય સભાઃ કાર્યકરો દ્વારા તૈયારીને આખરી ઓપ

રાજકોટઃ મહાનગરપાલીકાાની ચૂંટણીમાં ભાજપે ફરી વિજયી વાવટો લહેરાવ્યો છે. ત્યારે આ મહાવિજયને વધાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખુદ રાજકોટ આવી રહ્યા છે. આજે સાંજે બહુમાળી ભવન ખાતે જાહેરસભા સંબંધવાના છે. કાર્યકરો દ્વારા તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. ઉકત તસ્વીરોમાં શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, શ્રી કિશોરભાઈ રાઠોડ વિ.નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:46 pm IST)