Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મકાન વેરાની કડક ઉઘરાણી : ૮૬ મીલ્કતોને જપ્તી

રૂ. ૧ લાખથી વધુનો વેરો નહી ભરનારા બાકીદારો સામે વેરા વિભાગની લાલ આંખ : આજે સ્કુલ, હોટલો, કારખાનાઓનો બાકી વેરો વસુલવા ત્રણેય ઝોનમાં ઝુંબેશાત્મક કાર્યવાહીઃ ૪૬ લાખની આવક

રાજકોટ તા. ૨૪ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા  ટૂંક સમયમાં રૂ. ૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થઇ છે. જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસ અપાયા બાદ હવે મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંતર્ગત ૬ હજાર બાકીદારોને બી.પી.એમ.સી. એકટની કલમ ૪૫(૧) હેઠળ નોટીસો ફટકારાયાનું ટેકસ ઓફીસરે જાહેર કર્યુ છે અને આજથી મિલ્કતો સીલ કરવાની ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બપોર સુધીમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં ૨૯ મિલ્કત જપ્તીની નોટીસ, રૂ.૧૫ લાખની વસુલાત, સેન્ટ્રલ ઝોનમાં ૪ મિલ્કત સીલ, ૨૭ને નોટીસ, રૂ.૧૮ લાખની આવક તથા ઇસ્ટ ઝોનમાં ૩૦ મિલ્કતને જપ્તી, રૂ. ૧૩ લાખની વસુલાત કરવામાં આવી છે. ત્રણેય ઝોનમાં કુલ ૪ મિલ્કતો સીલ , ૮૬ને જપ્તીની નોટીસ આપી કુલ રૂ.૪૬ લાખની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેરાશાખા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ની વસુલાત ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં- ૨માં 'રેસકોર્ષ પ્લાઝા' માં આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રૂ.૧, ૪૫લાખ, વોર્ડ નં- ૩ માં જંકશન પ્લોટમાં આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ તથા રૂ.૪૭ હજાર, વોર્ડ નં- ૪ માં લાતીપ્લોટ વિસ્તારમાં ૫-યુનિટને નોટીસ આપેલ તથા  રૂ.૯૬ હજાર  વોર્ડ નં- ૫ માં  ખોડિયાર ઇન્ડ. એરીયામાં આવેલ 'વિમલભાઇ ચોવટીયા' ના યુનિટના બાકી માંગણા સામે રૂ.૨૦,૭૦૦ તથા  'ભારતીય પ્રાથમિક સ્કુલ' ના યુનિટના બાકી માંગણા સામે રૂ.૭૧,૭૬૫, વોર્ડ નં - ૬ માં સંતકબીર રોડ પર આવેલ 'આવકાર પ્લાસ્ટીક' ના બાકી માંગણા સામે રૂ.૨૭,૩૦૦, 'જય પ્રકાશ ફાઉન્ડરી' ના બાકી માંગણા સામે રૂ.૫૦ હજાર તથા વોર્ડ નં- ૭ માં  ન્યુ જાગનાથ પ્લોટ ચવીસ્તરમાં આવેલ 'સ્ટાર શોપીંગ સેન્ટર'માં શોપ નં.- ૬૪ના યુનિટને બાકી માંગણા સામે સીલ , ન્યુ જાગનાથ પ્લોટ ચવીસ્તરમાં આવેલ 'સ્ટાર શોપીંગ સેન્ટર'માં શોપ નં.-૩૬ના યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ,  'રાજકિરણ એપાર્ટમેન્ટ'માં બીજા અને ત્રીજા માળને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ, કરણપરા-૩૪માં બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. ૮૨,૭૨૫, 'શિગાળા ચેમ્બર'માં આવેલ ૨-શોપ ના બાકી માંગણા સામે રૂ.૫૬ હજાર, વિજય પ્લોટ માં આવેલ ૬-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા રૂ. ૨,૧૬લાખ,  'ફ્યુચર જનરલ લાઇફ ઇન્સ.' ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૪.૧૩લાખ  વોર્ડ નં- ૮ માં 'શ્રીનાથ હોસ્ટેલ' ના યુનિટ સામે બાકી માંગણાના  રૂ. ૧.૧૦લાખ, 'અનિલભાઇ પોપટભાઇ પરસાણા'ના યુનિટ સામે બાકી માંગણાના રૂ. ૧.૨૦ લાખ,  લક્ષ્મીનગરમાં આવેલ  માધવ હોસ્ટેલ' ના બાકી માંગણા સામે રૂ. ૧લાખ વોર્ડ નં- ૯ માં રૈયા ચોકડી પાસે આવેલ 'અંબીકા કોમ્પ્લેક્ષ' માં ૬-યુનિટને નોટીસ આપેલ, સાધુવાસવાણી  રોડ પર ૨-યુનિટના માંગણા સામે રૂ.૧.૩૬લાખ,  વોર્ડ નં- ૧૦ માં યુનિ. રોડ પર આવેલ ૬-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા  રૂ.૮૦ હજાર, વોર્ડ નં- ૧૧ માં મવડી મે. રોડ પર ૫-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા  રૂ. ૧.૨ લાખ, વોર્ડ નં-૧૨માં 'સનરાઇઝ સ્કુલ' ના બાકી માંગણા સામે  રૂ.૫ લાખ,  ખોડીયાર ઇન્ડ. એરીયામાં ૧-યુનિટના બાકી માંગણા સામે રૂ ૧.૩૦ લાખ,  મવડી વિસ્તારમાં ૫-કોર્શીયલ યુનિટને નોટીસ આપેલ,  વોર્ડ નં- ૧૩ માં'તુલસીભાઇ કોરાટ ' ના યુનિટ સામે બાકી માંગણાના રૂ. ૩,૦૩,૬૨૭,  'કીરીટભાઇ પ્રભુદાસ વસાણી' ના યુનિટ સામે બાકી માંગણાના  રૂ. ૬૦ હજાર,  ગોકુલનગર માં આવેલ 'તુલસી મેટલ' ના બાકી માંગણા સામે રૂ.૧.૯૦ લાખ, વોર્ડ નં- ૧૪ માંલક્ષ્મીવાડી વિસ્તારમાં ૮-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ, , કેવડાવાડી વિસ્તારમાં ૬- કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ, ગુંદાવાડી વિસ્તારમાં ૪-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા રૂ.૧લાખ  વોર્ડ નં- ૧૫ માં  આજી વસાહત માં ૪-ઇન્ડ. યુનિટને નોટીસ આપેલ તથા  રૂ. ૧.૮ લાખ

વોર્ડ નં- ૧૭ માં  અટીકા વિસ્તારમાં ૧-યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૧૮લાખ, 'મહેશભાઈ બલચંદાણી' ના યુનિટ સામે બાકી માંગણાના રૂ. ૨.૯૬ લાખ, અટીકા વિસ્તારમાં૬-યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૮ માં  કોઠારીયા વિસ્તારમાં આવેલ 'શિવ હુન્ડાઇ' શો-રૂમ ના બાકી માંગણા સામે રૂ.૭.૨૩ લાખ  વેસ્ટ ઝોન દ્વારા ૨૯ મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂ. ૧૫લાખ  ઇસ્ટ ઝોન દ્વારા ૩૦ મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા  રૂ.૧૩ લાખ સહિત કુલ રૂ. ૪૬ લાખની વસુલાત થવા પામી છે. જ્યારે ૪ મિલ્કત સીલ તથા ૮૬ને જપ્તીની નોટીસ આપવામાં આવી છે. આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી હરિશ  કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:26 pm IST)