Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પૂ. પારસમુની મ.સા.ની પ્રેરણાથી જૈન ભોજનાલયનો થશે પ્રારંભ

૮ જગ્‍યાઓએથી ફોર્મ વિતરણ શરૂ : જૈનોને લાભ લેવા અપીલ

રાજકોટ, તા. ર૪ : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરુદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્‍વામીનાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્‍ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ શહેરમાં તારીખ ૫ ફેબ્રુઆરી રવિવારે સવારે ૯.૩૦ કલાકે સમસ્‍ત જૈન સમાજનાં જનકલ્‍યાણ અર્થે જૈન ભોજનાલય નો સેન્‍ટ્રલ એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ, બીજા માળે લીફટ નં.૩ ની બાજુમાં દુકાન નં. ૪૭, કનક રોડ, ઢેબર રોડ ખાતે શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશક્‍ત, જેમના ઘરમાં કોઈ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્‍યતિત કરતા એકલા વ્‍યક્‍તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વળદ્ધ, બહારગામ થી રાજકોટ વ્‍યવસાય કે સર્વિસ માટે આવેલ વ્‍યક્‍તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામ થી હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય, અભ્‍યાસ અર્થે બહારગામથી આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્‍ટ તરીકે રહેતા હોય આદિ યોગ્‍ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા ૧૦ માં જમવા કે ટિફિન આપવામાં આવશે.જે માટે ફોર્મ ભરીને આપવાના રહેશે.

ફોર્મ મેળવવાનો તેમજ પરત આપવા સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ દરિમયાન ધનંજય ડેવલોપર,બી ૭૦૧ ઇમ્‍પીરીયલ હાઇટસ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, બિગ બજાર સામે,અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ૩૦૧ એ, ૩૦૧ બી સાધના ડાઉન ટાઉન , આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલ સામે , પંજાબ નેશનલ બેંકની બાજુમાં, જયુબેલી ચોક,ધવલભાઈ અરુણભાઈ દોશી  એ ૧૦૩, સિદ્ધાર્થ એપાર્ટમેન્‍ટ, પટેલ ચોકની બાજુમાં, નાગેશ્વર પાર્શ્વનાથ મંદિરની પાછળ, ઘંટેશ્વર, કમલેશભાઈ બારભાયા  પાર્શ્વનાથ જનરલ સ્‍ટોર, જલારામ ચોક ની બાજુમાં, શાંતિનગર ગેઇટ, રૈયાધાર, રામાપીર ચોકડીની બાજુમાં, દિવ્‍યેશભાઈ મહેતા, ગૌતમ, જયંત સોસાયટી , પટેલ મંડપ સર્વિસ સામે , કળષ્‍ણનગર મેઇન રોડ, મવડી પ્‍લોટ, કે.જી. ધોળકિયા સ્‍કૂલની સામે,પ્રકાશભાઈ ખજુરીયા, ખજુરીયા ઓટોમોબાઇલ્‍સ , સૂર્યકાંત હોટલની બાજુમાં, ગોંડલ રોડ તથા નિરવભાઈ પારેખ, પાર્શ્વ સ્‍ટેશનરી એન્‍ડ ઝેરોક્ષ, ૧૨ યોગેશ્વર પાર્ક શોપિંગ સેન્‍ટર , આકાશવાણી ક્‍વાટર્સ પાછળ, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે મેળવીને પરત આપવા કાર્યવાહક ટ્રસ્‍ટીગણ પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, હિતેશભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, અજયભાઈ ભીમાણી, અમિષભાઈ દોશી, મનિષભાઇ કામાણી, મેહુલભાઈ રવાણી, મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા, વિશ્વાસભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)