Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

દોશી હોસ્‍પિટલમાં ત્રેલડાનો જન્‍મ માતા-પૂત્રીઓ સ્‍વસ્‍થઃ ડો. શચી શાહની સફળ સારવાર

રાજકોટ તા.ર૪ : એચ.જે.દોશી હોસ્‍પિટલમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્‍મ આપેલ હતો. ૧૦ હજાર વ્‍યકિતઓએ એક કેસમાં ત્રીપ્‍લેટ બાળકોનો જન્‍મ થતો હોય છ.ે

સામાન્‍ય રીતે આવા ટ્રીપ્‍લેટ બાળકોનો જન્‍મ પ્રી ટર્મ (નવ મહિના પહેલાજ અધૂરા મહીને) થઇ જતો હોય છે, અને આ જોખમ સિંગલટન (એક બાળકનો ગર્ભ) પ્રેગ્નેન્‍સી કરતા ર૪ ગણો વધારે હોય છ.ે

ત્‍યારે એચ.જે.દોશી હોસ્‍પિટલના અનુભવી ગાયનેકોલોજીસ્‍ટ (ષાી રોગ વિશેષજ્ઞ) ડો. શચી શાહ દ્વારા આ મહિલા દર્દીને જરૂરી સારવાર અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતા આ મહિલા દર્દીએ એક સાથે ત્રણ બાળકીઓને પુરા મહીને (ગર્ભશયના મુખ ઉપર ટાંકો લીધા વગર) જન્‍મ આપેલ હતો.

તમામ બાળકીઓ જન્‍મથીજ સ્‍વસ્‍થ છે. ઇન્‍સેટ ફોટોમાં ડો. શચી શાહ ત્રણ બાળકીઓ સાથે ખુશખુશાલ મુદ્રામાં દેખાઇ રહ્યા છે.

(3:52 pm IST)