Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

યોગસૂકતમ દ્વારા ગુરૂવારથી યોગવર્ગ

તન-મનના જટીલ રોગો અંગે માર્ગદર્શન અપાશે

રાજકોટ : પહેલુ સુખ નિરોગી કાચા જીવનમંત્ર ધ્‍યાનમાં રાખીને લોકોને સંપૂર્ણપણે સ્‍વસ્‍થ રાખવા માટે અને તમામ રોગોની યૌગિક સારવાર માટે યોગસુકતમ સંસ્‍થા દ્વારા આગામી તા. ર૬ જાન્‍યુઆરી, ગુરૂવારથી રાજકોટના હૃદય સમા ૧પ૦ ફીટ રીંગ રોડ પાસે શીતળ પાર્ક રોડ ઉપર નવા સેન્‍ટરમાં યોગ ચિકિત્‍સા આધારિત યોગ, પ્રાણાયામ, ષટકર્મ અને ધ્‍યાનના વર્ગનો મંગળ પ્રારંભ કૈવલ્‍યધામના યોગગુરૂ અભિષેકભાઇ દ્વિવેદીના સાનિધ્‍ય તેમજ માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે.

છેલ્લા રર વર્ષથી યોગ ચિકિત્‍સા ક્ષેત્રે કાર્યરત યોગ નિષ્‍ણાંત અભિષેકભાઇ દ્વિવેદીની યોગ ચિકિત્‍સક તરીકેની કારકિર્દીની શરૂઆત ઝાંસીની લાઇફલાઇન હોસ્‍પિટલ ખાતેથી થઇ હતી. ત્‍યાં પ વર્ષ યોગ ચિકિત્‍સાની ઓ.પી.ડી. ચલાવ્‍યા બાદ છેલ્લા ૧૬ વર્ષથી તેઓ રાજકોટમાં યોગ નિષ્‍ણાંત તરીકે સેવા આપી રહ્યા છે. સ્‍વાસ્‍થ્‍ય આધારિત આ યોગ ચિકિત્‍સાના યોગ વર્ગમાં લોકોના બ્‍લડ પ્રેશર, ડાયાબીટીસ, ડિપ્રેશન સહિતના તમામ જટીલ શારીરિક, માનસિક અને ભાવનાત્‍મક રોગોનું નિરાકરણ કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યોગની હેલ્‍થ કાઉન્‍સલિંગ અને થેરાપી સેન્‍ટર દર રોજ ચલાવવામાં આવશે. આ યોગ ચિકિત્‍સા આધારિત યોગ વર્ગોનું રજીસ્‍ટ્રેશન આગામી તા. ર૬ જાન્‍યુઆરી, ગુરૂવારથી શરૂ થશે. વધુ વિગત અને માહિતી માટે ૮૩ર૦૦ ૯૩૩૪ર અને ૯૪ર૭૭ ર૭૩૬૯ નો સંપર્ક થઇ શકે છે.

(3:44 pm IST)