Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

બાબરાના લીલવડા રોડ પર બોલેરોની ઠોકરે બાઇક ચડતાં યુવાનનું મોત

રાજકોટ તા. ૨૪: બાબરાના લીલવડા રોડ પર બોલેરોની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકસ્વાર યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ બાબરામાં રહેતો વેસ્તાભાઇ જોરાવરભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૫) ગત સાંજે ઘર નજીક રોડ પર મેલડી માતાના મંદિર પાસેથી પોતાનું બાઇક હંકારીને જતો હતો ત્યારે અજાણી બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે બાબરા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના પરષોત્તમભાઇએ બાબરા પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)